2018માં ચાંદીની આયાતમાં ઉછાળો

નવી દિલ્હી, તા. 18 જાન્યુ.
 2018માં ચાદીની આયાતમાં વિવિધ અંદાજો અનુસાર 20 થી 35 ટકાનો ઉછાળો જોવાયો હતો. જીએફએમએસ થોમ્સન રોઈટરના એનાલિસ્ટ દેબજિત સહાના અંદાજ અનુસાર ચાંદીની આયાત 35.2 ટકા વધીને 6942 ટન થઈ હતી. જોકે એક અગ્રણી આયાતકારના મતે આયાતમાં માત્ર 20 ટકાનો વધારો નોંધાયો હતો.
સહાના મતે સટોડિયાઓએ `વ્યૂહાત્મક' કારણોસર ચાંદીમાં ખરીદી વધારી હતી. રૂપિયાની નબળાઈને પગલે સોનું મોંઘું થતાં કીમતી ધાતુ માટેની માગ ચાંદી ભણી વળી હતી. વર્ષના છેલ્લા ત્રિમાસિકમાં આભૂષણો માટેની માગમાં વધારો તથા વાયદા અને હાજર વચ્ચેના ભાવફરકને લીધે ચાંદીમાં નવસેરથી લેવાલી જોવાઈ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer