ગોરેગામથી ગાંધીનગર ફેલાયો ટેકસ્ટાઇલ ઉદ્યોગનો ધમધમાટ

મુંબઈ, તા. 18 જાન્યુ.   
મુંબઈ  અને ગુજરાતમાં ટેક્સ્ટાઇલ ઉદ્યોગ સેમિનાર અને પ્રદર્શનોની અનેકવિધ પ્રવૃત્તિઓથી ધમધમી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્દઘાટન સાથે આજથી ગાંધીનગરમાં શરૂ થયેલી ત્રણ દિવસની `વાઇબ્રન્ટ ગુજરાત' પરિષદમાં 'ઇન્ડિયન ટેક્સ્ટાઇલ ગ્લોબલ સમિટ' હેઠળ `ફાર્મ ટુ ફેશન-2019' પ્રદર્શન છે. ગાંધીનગરના એક્ઝિબિશન હોલમાં 22 જાન્યુઆરી સુધી ચાલનારા આ પ્રદર્શનમાં ભારતના ટેક્નૉલૉજી કૌશલની ઓળખ આપતા વિધવિધ કાપડ જોવા મળશે. બસોથી વધુ પ્રદર્શકોએ આમાં ભાગ લીધો છે. તેની સાથે ગોરેગામના બૉમ્બે એક્ઝિબિશન સેન્ટરમાં ટેક્સ્ટાઈલ ટેક્નૉલૉજી અને મશીનરીનું ત્રણ દિવસ ચાલનારું પ્રદર્શન શરૂ થયું છે, જેમાં `બી-ટુ-બી' માટિંગો પણ થશે. આમાં જપાન, પેલેસ્ટાઇન સહિતના 48 દેશો ભાગ લઇ રહ્યા છે. જોકે ,આમાં શિરમોર સમો છે ટેક્સ્ટાઇલ કોનકલેવ. એસોચેમ અને ઈન્ડેક્સટુબી દ્વારા આયોજિત 20મી જાન્યુઆરીએ  યોજાનારી આ પરિષદમાં સંજય લાલભાઈ, રાજેશ માંડલેવાલા સહિતના અગ્રણી ભારતીય અને વિદેશી ઉદ્યોગપતિઓ સંબોધન કરશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer