`રેરા''માં સુધારણા થશે

`રેરા''માં સુધારણા થશે
નવી દિલ્હી, તા. 18 જાન્યુ.
રેરા કાયદામાં સુધારણા થવાની સંભાવના છે. ઘર ખરીદનારના હિતમાં લાગુ થયેલા રેરા (રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી અૉથોરિટી) એક્ટ 2016 લાગુ થયા પછીની અસર તપાસવા યોજાયેલી સંબંધિત પક્ષો સાથેની ચર્ચા પછી સરકારે રેરામાં સંભવિત સુધારા માટેની રૂપરેખા માટે નવી કમિટી બનાવી છે. જેની બેઠક આજે મળી હોવાનું એમ એમઓએચયુઓના સચિવ દુર્ગા શંકર મિશ્રએ જણાવ્યું છે.
જોકે ઘર ખરીદનારના હિતરક્ષક ફોરમ ફોર પીપલ્સ કલેક્ટીવ એફર્ટના પ્રમુખ અભય ઉપાધ્યાયે શંકા વ્યક્ત કરતાં કહ્યું છે કે બીલ્ડરના હિતમાં કરાનારા રેરામાં કોઈપણ વધુ મોટા ફેરફારથી આખરે ગ્રાહકના હિતને નુકસાન થઈ શકે તેમ લાગે છે.
અગાઉ અનેક બીલ્ડરોએ રેરાની અત્યંત કડક જોગવાઈઓ બાબતે ફરિયાદ કરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer