આયાતી કાપડમાં માલખેંચ થકી મજબૂતાઈ

નવા વર્ષની ઉજવણી માટે ચીનથી માલ એક મહિનો બંધ રહેશે
ઠંડી લંબાવાથી કાપડમાં ભરસિઝનની ઘરાકી લેટ
મુંબઈ કાપડ બજારમાં મકરસંક્રાંતિ અને બજેટ બાદ ઘરાકી નીકળી નથી. જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ બાજુ બરફવર્ષા હજી 
ચાલુ હોવાથી અત્રે કાપડની ભરસિઝનની ઘરાકી લંબાઈ ગઈ છે. ઉપર માર્ચ એન્ડિંગ, ચૂંટણી અને રામમંદિરનો વિવાદ વકરવાની દહેશતથી ઘરાકી નીકળી નથી. આકરી નાણાભીડે બજારની ગતિ રૂંધી નાખી છે.
ચીનથી આયાત થતા કાપડમાં અંડરઇન્વોઇસિંગ દ્વારા કરચોરી વ્યાપક પ્રમાણમાં થાય છે. આમાં આયાતકારો બધા એક ચોક્કસ લઘુમતી કોમના છે. આ આયાતકારો ઇન્વોઇસમાં અડધા ભાવ જ દર્શાવે છે અને બાકીની અડધી રકમ હવાલા મારફતે ટ્રાન્સફર થાય છે. આ બાકીની 50 ટકા રકમ પર જે ટેક્સની બચત થાય છે તેટલા પર જ આ આયાતકારો ધંધો કરી લેતા હોય છે. આથી ભારતમાં એ જ ક્વોલિટી બનાવવાની જે કોસ્ટ આવે છે તેથી નીચા ભાવે ચીનનું કાપડ ભારતમાં વેચાય છે.
આયાતી કાપડના દલાલો 1 ટકા દલાલી સામે કાળાં નાણાં અને હવાલા કરનારા જોડે કામ કરવા રાજી ન હોવાથી દલાલોની સંખ્યા ઘણી ઘટી ગઈ છે. આમાં ક્વોલિટી, ભાવ, ડિલીવરી અંગે લફરા ઘણા પડે છે અને વિવાદિત રકમ દલાલોની દલાલીમાંથી કપાઈ જાય છે.
સાઉથમાં તિરૂપુર અને સેલમની વચ્ચે ઇરોડ પાવરલૂમ સેન્ટર આવેલું છે. ત્યાં તમામ નંબરી મિલોના નામસિક્કા છૂટથી છપાય છે. આ ટોટલ ડુપ્લીકેટ કામમાં બિનગુજરાતી વેપારીઓ છે. આથી ઇરોડ આગળ આવી ગયું છે.
ચીનનું તા. 4 ફેબ્રુઆરીએ નવું વર્ષ હતું. આથી ફેબ્રુઆરી મહિનામાં આખું ચીન બંધ છે. આથી આયાતી કાપડની આવક હાલ બંધ હોવાથી અત્રે હાજર માલમાં મજબૂતાઈ જોવાઈ છે.
આયાતી કાપડની ઘટેલી આવક
આયાતી શૂટિંગ્સ : આયાતી શૂટિંગ્સમાં ચીનના સલોનાની માગ સારી રહી છે. તેના મીટરદીઠ બજાર ભાવ રૂા. 130થી 135 અને બ્લેક કલરના રૂા. 140 છે. આમાં કોરીયાના 9996ના બજારભાવ રૂા. 350 છે પણ એની ક્વોલિટી ઘણી ચડિયાતી છે.
ફેન્સી શૂટિંગ્સમાં ટીઆરના ભાવ રૂા. 225થી 350 સુધીના છે. આમાં કલર રેન્જ વિસ્તૃત આવે છે પણ પીક-એન-ચૂઝના ધોરણે માલ વેચાય છે. ટીઆર શૂટિંગ્સની નકલ ભારતમાં ભીલવાડા 
અને સુરતમાં થાય છે. દેશી 
ટીઆર શૂટિંગ્સના ભાવ રૂા. 125થી 250 છે.
ચીનથી કોટીનું ફેન્સી પ્રિન્ટેડ કાપડ આવે છે અને તેના ભાવ રૂા. 250થી 500 છે. આમાંથી જેકેટ અને શેરવાની બને છે. આમાં દર હજાર મીટરે ડિજિટલ પ્રિન્ટની ડિઝાઇન અલગ હોય છે. આ લેડીઝ અને જેન્ટસવેર બન્નેમાં વપરાય છે.
આયાતી શર્ટિંગ્સ : ઇન્ડોનેશિયા, થાઈલૅન્ડ, વિયેટનામથી આયાત થતા ગોપાલજી શર્ટિંગ્સ 44'' પનાના વારદીઠ ભાવ રૂા. 87થી 88 છે. ઇન્ડોનેશિયાના સાઇનપટ્ટા શર્ટિંગ્સ 44''ના ભાવ રૂા. 98થી 99 છે. મોટો પનો બુકફોલ્ડમાં આવે છે પણ તેનું બ્રાન્ડનામ હોતું નથી. 58'' પનાના વારદીઠ ભાવ રૂા. 160થી 180 છે.
પ્યોર લીનન 44 લી અને 60 લી આવે છે. 60 લીમાં વ્હાઇટની માગ વધુ છે. 58'' પનાના ભાવ રૂા. 250થી 280 છે.
આમાં કોટન લીનન જે `સેમીરેમી' કહેવાય છે તેમાં 54'' અને 58'' પનો આવે છે. તેના ભાવ રૂા. 130થી 140 છે.
ચીનના રેમી શર્ટિંગ્સની 15 વર્ષ પૂર્વે ભારતમાં આયાત શરૂ થઈ હતી ત્યારે ભાવ માત્ર રૂા. 60થી 65 હતા જે આજે રૂા. 225થી 230 છે.
`કોટન-રેમી' જે આવે છે તે સફળ થયું નથી અને એમાં ક્રીસ્પી ઇફેક્ટ આવતી નથી.
રેમીમાં વ્હાઇટના ભાવ જ વધ્યા છે અને તેમાં હાજર માલોની ખેંચ વર્તાય છે. આથી એમાં પેમેન્ટ પ્રથમ માગવામાં આવે છે.
રેમી વ્હાઇટ 58''ના મીટરદીઠ બજાર ભાવ રૂા. 260 છે. 54'' પના રેમી શર્ટિંગ્સમાં રંગીનના ભાવ રૂા. 215 જ્યારે વ્હાઇટના રૂા. 240 છે.
આયાતી લેડીઝ વેર : આયાતી લેડીઝ કાપડમાં લેગીંગ માટેના ફોર વે સ્ટ્રેચની માગ છે. તેના ભાવ રૂા. 52થી 53 છે. લામલામના ભાવ રૂા. 100થી 105 જ્યારે મલાઈના રૂા. 52થી 53 છે.
વેલ્વેટમાં ફ્લોક વેલ્વેટની માગ છે અને તેના 58'' મીટરદીઠ ભાવ રૂા. 185થી 190 છે. આમાં માત્ર બ્લેક, નેવી બ્લુ, રોયલ બ્લુ અને મરૂન કલરની જ માગ છે. ભૂલકાંઓના વીન્ટર વેરના કોટ-જર્સીમાં તેમજ લાઇનિંગમાં આ વેલ્વેટ વપરાય છે.
જાતવાર પરિસ્થિતિ
દેશી શૂટિંગ્સ : ભીલવાડાના 2/32 ટ્રોવીન શૂટિંગ્સ 58''ના ભાવ રૂા. 100 છે. એસ એન્ડ ઝેડના ભાવ રૂા. 160થી 170 છે અને તે 35થી 36 કિલોની ક્વોલિટી છે.
ભીલવાડાના ફેન્સી શૂટિંગ્સના ભાવ ત્યાં રૂા. 170થી 175 છે અને મુંબઈમાં એ માલ રૂા. 180થી 185ના ભાવે વેચાય છે. મુંબઈના વેપારીઓના નફામાર્જિન ઘણાં ઘટી ગયાં છે.
દેશી ગ્રે કાપડ : ભાવ પડેલા છે. સાઉથના 20/20 56/60 50'' 200 ગ્રામની ક્વોલિટીના ગ્રેના ભાવ રૂા. 34 અને 63'' 250 ગ્રામ ગ્રેના રૂા. 48 છે. 20/20 52/52 50'' 170 ગ્રામ ગ્રેના રૂા. 32, 59'' 200 ગ્રામ ગ્રેના રૂા. 34।।, 62'' 220 ગ્રામના રૂા. 38 અને 72'' 245 ગ્રામ ગ્રેના રૂા. 44 છે.
શૂ ડક 10/6 36'' પનાના ગ્રેના ભાવ રૂા. 36, 48'' પના ગ્રેના રૂા. 50, 60'' ગ્રેના રૂા. 61 અને 72'' ગ્રેના રૂા. 73 છે. 16/8 84/28 50'' ગ્રેના રૂા. 49, 62'' ગ્રેના રૂા. 59 અને 72'' ગ્રેના રૂા. 64 છે.
સુતરાઉ પોપલીન 40/40 92/80 50'' ગ્રે રૂા. 33, 92/88 50'' ગ્રે રૂા. 35, 100/92 ગ્રે રૂા. 44, 120/64 ગ્રે રૂા. 43 અને 132/72 ગ્રે રૂા. 48 છે.
કાપડની થેલી : મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિક બંધી છે પણ ચૂંટણીની ધમાલમાં પ્રવૃત્ત સરકાર હાલ કડક પગલાં લેતી ન હોવાથી બજારમાં કાપડની થેલીઓની માગ ઠંડી રહી છે. ચીનની નોન-વોવન થેલી હલકી રૂા. 2થી 3ના ભાવે અને સારી ક્વોલિટી રૂા. 5ના ભાવે છૂટથી વેચાય છે. વાસ્તવમાં પ્લાસ્ટિકની જેમ નોનવોવન થેલી પણ વાપરવા પર પ્રતિબંધ છે.
72'' પનાની રેપીયર લૂમ પર 68'' ગ્રે કાપડ ઉતરે છે. કલર યાર્ન કાપડની 12''#15'' સાઇઝની થેલીના બજારભાવ રૂા. 9, 12''#18'' સાઇઝના રૂા. 11 અને 15''#18'' સાઇઝના રૂા. 13 છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer