અનિલ અંબાણીએ એલઍન્ડટી અને એડેલવીસને દોષ આપ્યો

અનિલ અંબાણીએ એલઍન્ડટી અને એડેલવીસને દોષ આપ્યો

રિલાયન્સ ગ્રુપની માર્કેટ કૅપમાં 55 ટકાનું અભૂતપૂર્વ ધોવાણ
મુંબઈ, તા. 8 ફેબ્રુ.
અનિલ અંબાણીની રિલાયન્સ ગ્રુપે શુક્રવારે આરોપ મૂક્યો કે અમુક એનબીએફસી, ખાસ કરીને એલઍન્ડટી ફાઈનાન્સ અને એડલવિસ ગ્રુપની અમુક એન્ટિટીઓએ રિલાયન્સ ગ્રુપના $ 400 કરોડના મૂલ્યના લિસ્ટેડ શૅર્સને વેચતાં ચાર ફેબ્રુઆરીથી સાત ફેબ્રુઆરી દરમિયાન ગ્રુપનું માર્કેટ કૅપિટલાઈઝેશન 55 ટકા જેટલું ઘટયું હતું.
રિલાયન્સ કૅપિટલે તેમના નિવેદનમાં કહ્યું કે, ઉપરોક્ત બે ગ્રુપના ગેરકાયદે, હેતુપૂર્વકની કૃતિ અને અન્યાયી રીતના લીધે $ 13,000 કરોડ (55 ટકા) જેટલું અભૂતપૂર્વ માર્કેટ કૅપિટલાઈઝેશન ચાર દિવસમાં ધોવાયું હતું, જેથી 72 લાખ સંસ્થાકીય અને રિટેલ શૅરધારકોને નુકસાન થયું છે અને હિસ્સાધારકોનાં હિતોને નુકસાન થયું છે. 
કાયદેસર સલાહ લીધા બાદ રિલાયન્સ ગ્રુપે કહ્યું કે, સિક્યુરિટીના હકનો કથિતપણે ઉપયોગ કરવો એ ગેરકાયદે અને અતિશયોક્તિભર્યો છે અને આ પ્રક્રિયા સંબંધિત ધિરાણ દસ્તાવેજીકરણની વિરુદ્ધ છે. 
ખુલ્લા બજારમાં જે રીતે ઉપરોક્ત વેચાણ બિડ અથવા સ્થાપિત પ્રક્રિયા દ્વારા કરવામાં આવ્યું છે, તે ઘણી રીતે ગેરકાયદે છે, આમાં ભાવની સાથે ચેડાં, ઈનસાઈડર ટ્રેડિંગ, બજારનો દુરુપયોગ કરવામાં આવ્યો છે, તેમ જ વિવિધ નિયામકી જોગવાઈનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. સેબી (છેતરપિંડી અને ગેરવાજબી ટ્રેડ) નિયમનનું પણ અહીં ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, આ નિયમન લિસ્ટેડ સિક્યુરિટીઝમાં સોદા કરનારા દરેક વ્યક્તિઓ (એનબીએફસી સહિત) ઉપર લાગુ પડે છે, એમ પણ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer