નવાં ઘરો પર જીએસટી ઘટાડીને પાંચ ટકા કરવા પ્રધાનોના જૂથની તરફેણ

નવાં ઘરો પર જીએસટી ઘટાડીને પાંચ ટકા કરવા પ્રધાનોના જૂથની તરફેણ
પીટીઆઈ
નવી દિલ્હી, તા. 8 ફેબ્રુ.
ગુજરાતમાં પોષણક્ષમ નવા ઘર ખરીદવા પરનો અત્યારનો જીએસટી દર ઘટાડવાની સરકાર તરફેણમાં છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની અધ્યક્ષતામાં ગયા મહિને મળેલી જીઓએમની બેઠકમાં આ મુદ્દાની છણાવટ માટે કમિટી નિમાઈ હતી. આ કમિટીએ જીએસટી ઘટાડવા સકારાત્મક અભિગમ દર્શાવ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યા પ્રમાણે આગામી જીએસટી કાઉન્સિલની બેઠકમાં પોષણક્ષમ ઘર પરનો જીએસટી 8 ટકાથી (ઇનપુટ ક્રેડિટ સિવાય) ઘટાડીને 3 ટકા કરવાની રજૂઆત કરશે, જ્યારે અન્ય રહેઠાણ માટે 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા સૂચવવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer