પીએમ-કિસાન પહેલો હપ્તો 24મીએ મળશે

પીએમ-કિસાન પહેલો હપ્તો 24મીએ મળશે
નવી દિલ્હી, તા. 15 ફેબ્રુ.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) યોજના હેઠળ બે હેક્ટર સુધીની ખેતીલાયક જમીન ધરાવતા નાના અને સિમાંત ખેડૂતોને રૂા. 2,000નો પહેલો હપ્તો 24મી ફેબ્રુઆરીએ અપાશે. ગ્રામીણ મતદાતાઓને રિઝવવા ભાજપ યોજના હેઠળનો બીજો હપ્તો પહેલી એપ્રિલે આનવારી લોકસભા ચૂંટણીઓની આગલી સાંજે એટલે કે 31 માર્ચે આપવા ઈચ્છે છે. 
યોજના સાથે સંકળાયેલા સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે 24મી ફેબ્રુઆરીએ ભવ્ય સમારંભ યોજીને પહેલો હપ્તો ચૂકવાશે અને પહેલા જ દિવસે 50 લાખ ખેડૂતોને તેનો લાભ મળશે તેવું અનુમાન છે.
આ માટે કેન્દ્ર સરકારને લાભાર્થી ખેડૂતોની માહિતી મોકલવામાં ભાજપ શાસિત રાજ્યો - ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર અને ગુજરાતે આગેવાની લીધી છે. 23મી ફેબ્રુઆરીથી બે દિવસ માટે યોજાનારી મેગા ફાર્મર્સ કોન્ક્લેવના આરંભે જ વડા પ્રધાન આ યોજનાનો આરંભ કરાવશે. 24મી ફેબ્રુઆરીએ પહેલો હપ્તો જેને ચૂકવાશે, તે લાભાર્થી ખેડૂતોની નોંધણી અને રાજ્ય સરકારો દ્વારા તેની ચકાસણીની પ્રક્રિયા 20મી ફેબ્રુઆરી સુધીમાં પૂરી થશે. 
કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને 25મી ફેબ્રુઆરી સુધીમાં લાભાર્થીઓની યાદી અપલોડ કરવા તાકીદ કરી છે. લાભાર્થીઓની માહિતી એકત્ર કરવાનું કામ 12 રાજ્યોએ 95 ટકા તેમજ નવ રાજ્યોએ 80 ટકા પૂરું કર્યું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer