સુરતમાં હીરાના કારખાનેદારનું ઉઠમણું : લેણદારો સંગઠનનાં શરણે

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 12 માર્ચ
શહેરનાં કતારગામ વિસ્તારમાં હીરાનો કારખાનેદાર એક માસ અગાઉ રૂા. 20 કરોડનું ઉઠમણું કરીને ભૂગર્ભમાં ઉતરી ગયો છે. રૂા. 20 કરોડનું ઉઠમણું કરીને નાસી છૂટેલાં કારખાનેદારની શોધ ચલાવવામાં લેણદારો નિષ્ફળ રહ્યા છે. લેણદારોએ પોતાના નાણાં છૂટ્ટા કરાવવા હીરાઉદ્યોગનાં સંગઠન સુરત ડાયમંડ ઍસોસિયેશનના શરણે પહોંચ્યા છે. સૌરાષ્ટ્રનાં ભાવનગરનો મૂળ વતની અને કતારગામનો કારખાનેદાર છેલ્લાં એક માસથી શહેરમાંથી ગાયબ છે. હીરાનો કારખાનેદાર રાતો-રાત ફરાર થઈ જતાં લેણદારોનાં અંદાજે રૂા. 20 કરોડ ફસાયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે.  લેણદારોએ પોતાની બાકી નીકળતી રકમની વસુલાતની યાદી બનાવીને સુરત ડાયમંડ ઍસોસિયેશનનો સંપર્ક કર્યો છે. સુરત ડાયમંડ ઍસોસિયેશનના પ્રમુખ બાબુભાઈ ગુજરાતી કહે છે કે, લેણદારોએ ઍસોસિયેશનનો સંપર્ક કર્યો છે. અમને બાકી નીકળતાં લેણાંની યાદી પણ આપી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer