નીરવ મોદી છેલ્લે લંડનમાં શિફ્ટ થયો

નવી દિલ્હી, તા. 12 માર્ચ
ભારતમાં પંજાબ નેશનલ બૅન્ક સાથે છેતરપિંડીનું કૌભાંડ આચરી દેશ છોડી યુકે ભાગી ગયેલા નીરવ મોદીએ ત્યાં ઓછામાં ઓછું ત્રણ વાર ઠેકાણું બદલ્યું છે. મધ્ય યુકેમાંથી માંચેસ્ટર અને હવે લંડનમાં એક ફ્લેટમાં શિફ્ટ થયો છે. યુકેના ગૃહમંત્રાલયે 8મી માર્ચે ભારતીય સત્તાવાળાઓને જણાવ્યું હતું કે નીરવના પ્રત્યાર્પણ માટે ભારતીય સત્તાવાળાઓની વિનંતી પ્રમાણિત થઈ છે. હવે બેસ્ટ મિનિસ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટ આગામી પગલું લેશે. મોદીનો પાસપોર્ટ પાછો ખેંચી લેવામાં આવ્યો હોવા છતાં તે ત્રણ વાર યુકેની બહાર ગયો હતો. વાસ્તવમાં આ એક ગંભીર અને ચિંતાનો વિષય છે. બ્રિટિશ સત્તાવાળાઓને તેના પ્રવાસની તારીખો પણ આપવામાં આવી હતી અને તાત્કાલિક ધ્યાન આપવા જણાવાયું હતું. હવે ભારતીય સત્તાવાળાઓ તેની ઔપચારિક ધરપકડની રાહ જોઈ રહ્યા છે. સામાન્ય રીતે લંડનની અદાલતો હોમ સેક્રેટરીએ અધિકૃત કરેલી મંજૂરીની અવગણના કરતી નથી. પ્રક્રિયાના ભાગરૂપે તેની ઔપચારિક ધરપકડ થવી જોઈએ પછી તેને ઔપચારિક રીતે કસ્ટડીમાં લેવો જોઈએ અને જામીન પર છોડવો જોઈએ.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer