ઝાયડસ કેડિલા દ્વારા ઉત્પાદિત

લોહીના ઊંચા દબાણ માટેની દવાને અમેરિકાની માન્યતા

અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 12 માર્ચ
ઝાયડસ કેડિલાને યુએસએફડીએ (યુનાઇટેડ સ્ટેટ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન) દ્વારા એટેનોલોલ અને ચોલોરિલિદોન નામની ટેબ્લેટ્સનું વેચાણ કરવા માટે અંતિમ મંજૂરી મળી છે.  આ ટેબ્લેટ્સ અમદાવાદના કંપનીના ફોર્મ્યુલેશન મેન્યુફેકચારિંગ સેઝમાં બનાવવામાં આવશે.
આ દવાનો ઉપયોગ હાઇ બ્લડ પ્રેશર (હાઇપરટેન્શન)ની સારવાર માટે થાય છે. હાઈ બ્લડ પ્રેશર ઘટાડવાથી સ્ટ્રોક, હૃદયરોગના હુમલા અને કિડનીની સમસ્યાઓ અટકાવવામાં મદદ મળે છે. એટેનોલોલ બીટા બ્લોકર્સ તરીકે ઓળખાતી દવાઓના વર્ગ સાથે સંકળાયેલો છે. આ દવા દર્દીઓના શરીરમાં ચોક્કસ કુદરતી રસાયણોની ક્રિયાને અવરોધિત કરીને કાર્ય કરે છે. હ્રદયના ધબકારા, બ્લડ પ્રેશર અને હૃદય પર તાણ ઘટાડે છે.  નાણાકીય વર્ષ 2003-04માં ફાઇલિંગ પ્રક્રિયા શરૂ થયા પછી ઝાયડસ પાસે હવે 253 મંજૂરીઓ છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer