સૌથી વધુ સોનાનો સ્ટોક ધરાવતા દેશોમાં ભારત 10મા ક્રમાંકે

મુંબઈ, તા. 12 માર્ચ
રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ)એ જાન્યુઆરીમાં તેની સોનાની અનામતમાં 6.5 ટનનો ઉમેરો કરતાં તેની પાસે સોનાનો સ્ટોક 607 ટનનો થયો ગણાય.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (ડબલ્યુજીસી)ના ડેટા મુજબ વિદેશી હૂંડિયામણની અનામતમાં ભારતનો હિસ્સો સતત વધતો ચાલ્યો છે અને 2018ના અંતે તે 6.2 ટકા હતો. કોઈ પણ વિદેશી ચલણમાં હેજ કરવા ડૉલર સામે સોનું સારું સાધન ગણાય છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ મુજબ સોનાની કુલ 48 ટનની ખરીદી સામે 13 ટનનું વેચાણ લઈને તેની વૈશ્વિક અનામત જાન્યુઆરીમાં 35 ટન વધી હતી જેમાં કે નવ મધ્યવર્તી બૅન્કોમાં વૃદ્ધિ નોંધનીય હતી. ભારત વિશ્વમાં સૌથી વધુ સોનાનો જથ્થો ધરાવનારા દેશોમાં 11મા ક્રમાંકે રહ્યું છે. નેધરલૅન્ડ 612.5 ટનના સ્ટોક સાથે 10મા ક્રમાંકે રહ્યું છે. ઊભરતી બજારની બૅન્કો દ્વારા 2018માં 600 ટન સોનાની ખરીદી થઈ હતી જે છેલ્લા પાંચ દાયકાઓમાં સૌથી વધુ ગણાય.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer