ફેબ્રુઆરીમાં રિટેલ ફુગાવો ચાર માસની ટોચે 2.57 ટકા

ફેબ્રુઆરીમાં રિટેલ ફુગાવો ચાર માસની ટોચે 2.57 ટકા
ઔદ્યોગિક ઉત્પાદન જાન્યુઆરીમાં ઘટીને 1.7 ટકા

પીટીઆઈ
નવી દિલ્હી, તા. 12 માર્ચ
અનાજના ઊંચા ભાવના પગલે ફેબ્રુઆરીમાં રિટેલ ફુગાવો ચાર માસની ટોચે જઈ 2.57 ટકા થયો હતો. જ્યારે ઔદ્યોગિક ઉત્પાદન મંદ પડતાં જાન્યુઆરી '19માં ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ ઘટીને 1.7 ટકા થયો હતો જે જાન્યુ. '18માં 7.5 ટકા હતો.
રિટેલ ફુગાવો કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઈ) ઉપર આધાર રાખે છે જે જાન્યુઆરીમાં 1.97 ટકા અને ફેબ્રુઆરી 2018માં 4.44 ટકા રહ્યો હતો.
આ પહેલા નવેમ્બર 2018માં સૌથી ઓછો ફુગાવો 2.33 ટકા નોંધાયો હતો.
ભારતમાં ઔદ્યોગિક ઉત્પાદન ડિસેમ્બર 2018માં 2.4 ટકાનો વધારો દર્શાવતું હતું જ્યારે જાન્યુઆરી 2019માં માત્ર 1.7 ટકાનો વધારો જોવાયો હતો જે બજારની 2 ટકાની ધારણાથી ઓછો હતો. ઔદ્યોગિક ઉત્પાદન ડિસેમ્બરમાં 2.7 ટકાના વધારા બાદ ધીમો પડી 1.3 ટકા થયો હતો. ભારતમાં ઔદ્યોગિક ઉત્પાદન 1994થી 2019 સુધી સરેરાશ 6.33 ટકા હતો. નવેમ્બર 2006માં 19.90 ટકાની હમેશાંની ઊંચી સપાટી નોંધાઈ હતી અને ફેબ્રુઆરી 2009માં માઇનસ 7.20 ટકાની વિક્રમરૂપ નીચી સપાટી જોવાઈ હતી.
ભારતમાં ઔદ્યોગિક ઉત્પાદન જાન્યુઆરી 2018ના મુકાબલે જાન્યુઆરી 2019માં વધી 1.30 ટકા થયું હતું. 2006થી 2019 વચ્ચે ભારતમાં સરેરાશ વૃદ્ધિ 6.08 ટકાની હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer