અૉસ્ટ્રેલિયા વિદેશી નાગરિકોના કાયમી વસવાટની સંખ્યા ઘટાડશે

નવા વિદેશી નાગરિકોને આકર્ષવા ટૂંકમાં પગલાં જાહેર કરશે

કેનબરા, તા. 19 માર્ચ
અૉસ્ટ્રેલિયન સરકાર મે મહિનામાં સામાન્ય ચૂંટણીઓના પગલે વિદેશી નાગરિકોને કાયમી વસવાટની મંજૂરીની સંખ્યા 1.90 લાખથી ઘટાડીને 1.60 લાખ કરશે, એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
ફેરફેકસ મીડિયા અને ન્યૂઝ કોર્પ અૉસ્ટ્રેલિયાના જણાવ્યા મુજબ સરકાર વિદેશી નાગરિકોના કાયમી વસવાટની મર્યાદા 1.60 લાખ ઉપર નિશ્ચિત કરશે, એમ ઝિનદુઆ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું છે.
આ ઘોષણા ફેડરલ બજેટના ભાગરૂપે બીજી એપ્રિલે થશે. આ દિવસે વડા પ્રધાન સ્કોટ મોરીસન અને નાણાપ્રધાન જોશ ફાઈડેનબર્ગ બજેટ રજૂ કરશે.
વર્ષ 2017-18માં અૉસ્ટ્રેલિયાએ 1,62,417 વિદેશી નાગરિકોને પર્મેનન્ટ માઈગ્રન્ટનો દરજ્જો આપ્યો હતો.
સિડની અને મેલબોર્નમાં ઝડપથી વધી રહેલી નાગરિકોની વસતિના દબાણને હળવું કરવા માટે નવા વિદેશીઓને અૉસ્ટ્રેલિયા આવવા માટે કેટલાંક પગલાં જાહેર કરી શકે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
અૉસ્ટ્રેલિયામાં વર્ષ 2017-18માં કુલ 1,12,000 કુશળ વિદેશી નાગરિકો આવ્યા હતા અને તેમાંથી 87 ટકા સિડની અથવા મેલબોર્નમાં સ્થાયી થયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer