પ્રોવિડન્ટ ફંડ માટે `બેઝિક પગાર''ની વ્યાખ્યામાં

સ્પેશિયલ અલાવન્સનો સમાવેશ : સુપ્રીમ કોર્ટ
 
નવી દિલ્હી, તા. 19 માર્ચ
દરેક વ્યક્તિની કાર્યક્ષમતા અને મહેનતના આધારે અપાતા `વેરીએબલ પે'નો `બેઝિક પગાર'ની વ્યાખ્યામાં સમાવેશ થતો નથી, એમ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઍન્ડ મીસલેનીઅસ પ્રોવિઝન્સ એક્ટ 1952 (પ્રોવિડન્ટ ફંડ એક્ટ) હેઠળ `બેઝિક પગાર'ની વ્યાખ્યા સ્પષ્ટ કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું.
આમ છતાં બેઝિક પગારથી ઉપર રકમ જતી હોય તો તે માટે સંબંધિત કામદાર તેના સામાન્ય કામ ઉપરાંત વધારાની રકમ મેળવવા પાત્ર બન્યો હોવાનું દર્શાવવું પડશે. પ્રોવિડન્ટ ફંડની કપાતની ગણતરી માટે એક્ટની કલમ-6 સાથે કલમ 2 (બી) (શશ) હેઠળ કંપનીએ તેના કર્મચારીઓને જે સ્પેશિયલ એલાવન્સ આપ્યું હોય તે `બેઝિક પગાર'ની વ્યાખ્યામાં આવી શકે કે નહીં તે વિવાદ અંગેની અપીલોમાં સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ અરુણ મિશ્રા અને ન્યાયમૂર્તિ નવીન સિંહની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો.
એડિશનલ સોલિસિટર-જનરલ વિક્રમજીત બેનરજીએ જણાવ્યું હતું કે પ્રતિવાદી શાળાના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફને ચૂકવાયેલું સ્પેશિયલ એલાવન્સ એ બીજું કંઈ નહીં પણ અન્ય નામ ધરાવતું મોંઘવારી ભથ્થું છે જે બેઝિક પગારના ભાગરૂપે કપાતને પાત્ર છે. કલમ 2 (બી) (શશ) મોંઘવારી ભથ્થાની વ્યાખ્યામાં કહે છે કે જીવનનિર્વાહનો ખર્ચ વધવાથી કર્મચારીને કોઈપણ નામે ચૂકવાતી તમામ રોકડ રકમ મોંઘવારી ભથ્થું ગણાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer