પ્રિયંકા ચોપરા યુએસએ ટુડેની `50 સૌથી શક્તિશાળી મહિલા''ની યાદીમાં

પ્રિયંકા ચોપરા યુએસએ ટુડેની `50 સૌથી શક્તિશાળી મહિલા''ની યાદીમાં
લોસ એન્જેલસ, તા.19 માર્ચ
ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનાસનો સમાવેશ યુએસએ ટુડે'સની `50 સૌથી શક્તિશાળી મહિલા'ની યાદીમાં સમાવેશ થયો છે, આ યાદીમાં ઓપરા વિનફ્રે અને મેરિલ સ્ટ્રીપ જેવી આંતરરાષ્ટ્રીય હસ્તીઓનો પણ સમાવેશ છે. યાદીમાં સમાવેશ થતા પ્રિયંકા ચોપરાએ ગર્વ વ્યક્ત કરતા કહ્યું કે, હું આ પ્લેટફોર્મ અન્ય ટોચની મહિલાઓ સાથે શૅર કરતા વિશેષાધિકારની લાગણી અનુભવુ છું. આ મહિલાઓએ પોતાના જીવનમાં પડકારોનો સામનો કરીને પોતાની વાસ્તવિકતા ઊભી કરીને કારર્કિદી ઘડી છે. આ એક સફળતાની લાગણી છે. 
પ્રિયંકા અમેરિકાની ટીવી ડ્રામા થ્રિલર `ક્વોન્ટિકો' સિરીઝમાં અભિનય કરીને પ્રચલિત બની છે. હૉલીવૂડમાં તેણે પદાપર્ણ વર્ષ 2017માં `ધ રોક' જોનસલ અને ઝેક એફ્રોન સાથે `બેવોચ' દ્વારા કર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer