નોર્વે અને આઈસલેન્ડ સાથે યુકેએ તાત્પૂરતા કરાર કર્યા

નોર્વે અને આઈસલેન્ડ સાથે યુકેએ તાત્પૂરતા કરાર કર્યા
લંડન, તા.19 માર્ચ
યુકેએ નોર્વે અને આઈસલેન્ડ સાથે તાત્પુરતો સોદો કરીને વેપાર સુનિશ્ચિત કરતા બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી માર્ચના અંતે કોઈ પણ પ્રકારના સોદા વિના બહાર પડશે. 
કરાર અંતર્ગત ઔદ્યોગિક માલ ઉપર શૂન્ય ટેરિફ લાગુ પડશે, આ ઔદ્યોગિક માલમાં નોર્વેની કુદરતી ગૅસની નિકાસ, સીફૂડ અને કૃષિ પ્રોડકટ્સનો પણ સમાવેશ હોવાનું નોર્વેના વિદેશ મંત્રાલયે કહ્યું છે. વિદેશ પ્રધાન આઈને એરિકસન સોરિયિડીએ કહ્યું કે, આ કરાર નોર્વેના બિઝનેસ માટે ખૂબ જ સકારાત્મક છે.  
મંત્રાલયે કહ્યું કે, સોદામાં પર્મેનેન્ટ એગ્રિમેન્ટમાં વાટાઘાટોનો પણ સમાવેશ છે, જેથી ઓપન ટ્રેડ અવિરત રહે, જેમાં સર્વિસીસનો પણ સમાવેશ થાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer