ફેબ્રુઆરીમાં ટેક્સ્ટાઈલ પ્રોડક્ટસની નિકાસમાં ઘટાડો

ફેબ્રુઆરીમાં ટેક્સ્ટાઈલ પ્રોડક્ટસની નિકાસમાં ઘટાડો
પણ એપરલની નિકાસ સાત ટકા વધી
 
ચેન્નઈ, તા. 19 માર્ચ
કોટન યાર્ન, કાપડ, મેઈડઅપ્સ, હેન્ડલૂમ પ્રોડક્ટસ કેટેગરી સિવાયની ટેક્સ્ટાઈલની અન્ય કેટેગરીમાં આવતી જાતોની નિકાસ ફેબ્રુઆરીમાં ઘટી છે.
મેનમેઈડ યાર્ન, કાપડ, મેઈડઅપ્સ કેટેગરીની નિકાસ ફેબ્રુઆરીમાં 2 ટકા ઘટી 38.8 કરોડ ડૉલરની થઈ છે, જે આગલા વર્ષના આ જ મહિનામાં 39.8 કરોડ ડૉલર હતી. એ જ રીતે ફલોર કવરિંગ્સ સહિતના જ્યુટ મેન્યુફેકચરિંગમાં 10 ટકાનો ઘટાડો થઈ 230 લાખ ડૉલરની નિકાસ થઈ છે, જે ફેબ્રુઆરી, 2018માં 260 લાખ ડૉલરની હતી.
કારપેટ અને હેન્ડીક્રાફટ કેટેગરી દરેકમાં 3 ટકાનો ઘટાડો નોંધાયો છે. કારપેટની નિકાસ ઘટી 11.1 કરોડ ડૉલર (11.4 કરોડ ડૉલર) અને હેન્ડીક્રાફટની ઘટી 15.1 કરોડ ડૉલર (15.6 કરોડ ડૉલર)ની થઈ છે. કોન્ફેડરેશન અૉફ ઈન્ડિયન ટેક્સ્ટાઈલ ઈન્ડસ્ટ્રી (સીઆઈટીઆઈ)એ જણાવ્યું છે કે એપરલની નિકાસ ફેબ્રુઆરી, 2019માં સાત ટકા વધી 1.544 અબજ ડૉલર (1.44 અબજ ડૉલર)ની થઈ છે.
ટેક્સ્ટાઈલ અને એપરલની કુલ નિકાસ ફેબ્રુઆરીમાં 3 ટકા વધી 3.094 અબજ ડૉલરની થઈ છે, જે ફેબ્રુઆરી, 2018માં 2.992 અબજ ડૉલર હતી.
એપ્રિલ-ફેબ્રુઆરી, 2019 વચ્ચે જ્યુટ કેટેગરીના અપવાદને બાદ કરતા ટેક્સ્ટાઈલની અન્ય બધી કેટેગરીની નિકાસમાં વધારો થયો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer