ડિસઈન્વેસ્ટમેન્ટ દ્વારા લક્ષ્યથી વધુ રૂા. પાંચ હજાર કરોડ મળ્યા

પીટીઆઈ
નવી દિલ્હી, તા. 22 માર્ચ
કેન્દ્ર સરકારે વર્તમાન નાણાવર્ષ માટે મૂડીરોકાણ છૂટું કરવાના (ડિસઈન્વેસ્ટમેન્ટ) લક્ષ્ય કરતાં રૂા. પાંચ હજાર કરોડ વધુ મેળવ્યા છે. આ કુલ રોકાણ છૂટું કરવાથી રૂા. 85 હજાર કરોડની આવક સરકારની તિજોરીમાં થઈ છે.
વર્તમાન નાણાવર્ષ માટે સરકારે રૂા. 80 હજાર કરોડનું લક્ષ્ય રાખ્યું હતું, પણ આજે લક્ષ્ય કરતાં વધુ રૂા. પાંચ હજાર કરોડની આવક થઈ હોવાનું નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું. નવા-આવતા નાણાવર્ષ માટે સરકારે રૂા. બે હજાર કરોડનું લક્ષ્ય ડિસઈન્વેસ્ટમેન્ટ દ્વારા રાખ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer