ઈપીએફઓના આંકડા મુજબ

જાન્યુઆરીમાં રોજગારનું વિક્રમી નિર્માણ 
મુંબઈ, તા.22 માર્ચ
દેશના સંગઠિત ક્ષેત્રમાં સપ્ટેમ્બર 2017 પછી જાન્યુઆરી 2019માં નોંધપાત્ર રીતે રોજગાર નિર્માણ થયાં હોવાનું એપ્લોયમેન્ટ પ્રોવિડંડ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ)ના આંકડા દર્શાવે છે. 
સરકાર ઈપીએફઓના આંકડા ઉપર મદાર રાખે છે, પરંતુ વિવેચકોના મતે આ આંકડા મજબૂત નથી કારણ કે એવા સ્થાપકો જે કમ સે કમ 20 કર્મચારીઓને રાખે તેણે પ્રોવિડંડ ફંડ કપાવું પડે છે. આથી જો એક કંપનીમાં 19 કર્મચારીઓ એક મહિને હોય અને બીજે મહિને 20 કર્મચારી હોય તો ગણતરીના હિસાબે પહેલા મહિને શૂન્ય કર્મચારી જ ગણાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer