નિકાસ પ્રોત્સાહન યોજના હેઠળ

આઈજીએસટી અને કમ્પેન્સેશન સેસ એક્ઝમ્પશનની મુદત માર્ચ 2020 સુધી લંબાવાઈ
પીટીઆઈ
નવી દિલ્હી, તા. 22 માર્ચ
વિવિધ નિકાસ પ્રોત્સાહનની યોજનાઓ હેઠળ ખરીદ થતા માલ ઉપર સેસ એક્ઝમ્પશનના વળતર અને આઈજીએસટી (ઇન્ટિગ્રેટેડ ગૂડ્સ એન્ડ સર્વિસ ટૅક્સ)ની મર્યાદા માર્ચ 2020 સુધી લંબાવી છે.
એક્સપોર્ટ ઓરિયેન્ટેડ યુનિટ (ઈઓયુ) યોજના હેઠળ નિકાસ હેતુ સ્થાનિક અથવા વિદેશથી આયાત કરી ખરીદાયેલા માલ ઉપર નિકાસકારોને અપાતી આ રાહતોની મુદત માર્ચ 2020 સુધી લંબાવવામાં આવી છે. એક્સપોર્ટ પ્રમોશન કેપિટલ ગુડ્સ (ઈપીસીજી) સ્કીમ અને એડવાન્સ ઓથોરાઇઝેશન માટે ખરીદાતા માલ ઉપર પણ આ રાહત લંબાવવામાં આવી છે.
નિકાસ હેતુ આયાત કરેલી મશીનરી ઉપર શૂન્ય ડયૂટી લાગુ થાય છે, આ યોજનાને ઈપીસીજી તરીકે ઓળખવામાં આવે છે.
જ્યારે નિકાસલક્ષી ઉત્પાદનોમાં સામેલ કાચા માલની ડયૂટી ફ્રી આયાતની પરવાનગી માટે એડવાન્સ અૉથોરાઇઝેશન ઇસ્યૂ કરવામાં આવે છે. જીએસટી પ્રણાલી હેઠળ નિકાસકારોને ઇનડાયરેક્ટ ટૅક્સ ચૂકવવો પડે છે અને તે પછી રિફન્ડ માગવું પડે છે, આ પ્રક્રિયા ઘણી સંકુલ હોવાથી આઈજીએસટીની સુવિધા તેમને આપવામાં આવે છે જેમાં તેમને શરૂઆતના તબક્કામાં ટૅક્સ ચૂકવવો પડતો નથી. ડિરેક્ટોરેટ જનરલ અૉફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)એ એક નોટિફિકેશન ઇસ્યૂ કરી આઈજીએસટી અને એડવાન્સ અૉથોરાઇઝેશન સ્કીમ હેઠળ કોમ્પેન્સેશન સેસ એક્ઝમ્પશનની મર્યાદા 31 માર્ચ 2020 સુધી લંબાવી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer