રૂ પાછળ કપાસિયા અને ખોળ મોંઘા થયા

અમદાવાદ, તા. 12 એપ્રિલ
રૂનો પાક નબળો આવવાને લીધે ભાવમાં તેજી જળવાઈ રહી છે. પરિણામે કપાસિયા તેમ જ પશુઆહાર- ખોળ અને ખાદ્યતેલ મોંઘા થયા છે.
જિનરોના જણાવવા મુજબ કપાસિયાના ભાવ માર્ચમાં ક્વિન્ટલ દીઠ રૂા. 2400 હતા તે વધીને હવે રૂા. 3000 થયા છે.
અમે વિશિષ્ટરૂપે જોઇએ છીએ કે કપાસિયાના ભાવ જુલાઈમાં પૂરી થતી સિઝનના અંતે વધતાં હોય છે. પરંતુ આ વર્ષે ભાવ હમણાં જ વધવા શરૂ થયા છે અને હજી પણ વધી શકે છે જેથી પશુઆહાર-ખોળ અને કપાસિયાના ભાવ વધશે. એમ જૂનાગઢના માણાવદરના જિનર બચુભાઈ અંત્રોલિયાએ કહ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer