મહારાષ્ટ્રમાં દૂધ ઉત્પાદન ઉપર દુકાળના ઓળા

મુંબઈ, તા. 12 એપ્રિલ
રાજ્યમાં દુકાળનું સંકટ ઘેરાતાં બાગાયત પાકોની સાથેસાથે ઘાસચારાની ઉપલબ્ધિ પણ મુશ્કેલ બની છે. ઘાસચારાનો પુરવઠો ખોરવાતાં દૂધ ઉત્પાદનમાં ઘટાડો થયો છે. આને પગલે દૂધના ભાવમાં ઝડપી વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં છેલ્લા બે મહિનામાં દૂધ ઉત્પાદનમાં 24 લાખ લીટરનો ઘટાડો નોંધાયો છે. સરકાર સામે લોકોને તેમ જ ગૌચરને પીવાનું પાણી ઉપલબ્ધ બનાવવાનો પડકાર છે. રાજ્યના લગભગ અડધોઅડધ વિસ્તારોમાં ટેન્કરો મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. સરકારે ગૌધન માટે પશુઘર બનાવ્યાં છે, પરંતુ તે પૂરતાં નથી. 82 લાખ ગૌચર માટે પશુઘરની જરૂર છે, પરંતુ હજુ સુધી 869 પશુઘર બનાવાયાં છે. તેમાં લગભગ સાડા પાંચ લાખ ગૌચરને ચારો અપાઈ રહ્યો છે. પૂરતો અને પૌષ્ટિક ચારો નહીં મળવાથી દૂધ ઉત્પાદન ઘટયું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer