અદાણી પાવરને વીજળીના ભાવવધારા માટે સીઈઆરસીની મંજૂરી

મુંબઈ, તા. 12 એપ્રિલ
સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (સીઈઆરસી)એ અદાણી પાવરના ગુજરાતમાં આવેલા મુંદ્રા પાવર પ્લાન્ટમાં આયાતી કોલસાનો ખર્ચ વીજ ગ્રાહકો પાસેથી વસૂલવાની મંજૂરી આપી છે.
શુક્રવારે સીઈઆરસીએ તેના આદેશમાં જણાવ્યું કે ગ્રાહક જૂથો સહિત કોઈ પણ હિસ્સાધારક સાથે આ બાબતે વિવાદ ન હોવાથી કંપની બળતણની સંપૂર્ણ કિંમત ગ્રાહકો પાસેથી વસૂલી શકે છે, જેથી આ પ્રોજેક્ટોની સ્પર્ધાત્મકતા જળવાઈ શકે અને વૈકલ્પિક સ્રોતો કરતાં ઓછા ખર્ચાળ બની રહે. 
સુપર ક્રિટિકલ ટેકનૉલૉજીને કારણે આ પ્રોજેક્ટ કાર્યક્ષમ છે અને તે બેઝ લોડ પ્લાન્ટ્સ હોવાથી તેને કાર્યરત રાખવા આર્થિક સમજદારી ગણાશે.  એચપીસીની ભલામણોને આધારે પિટિશનર અને રિસ્પોન્ડેન્ટ નંબર વન વચ્ચે થયેલી સમજૂતી સપ્લિમેન્ટલ પીપીએને પગલે અને ગુજરાત સરકારના પહેલી ડિસેમ્બર, 2018ના જીઆરને આધારે ગુજરાતના ગ્રાહકોની ઊર્જાની લાંબા ગાળાની જરૂરિયાતોને પહોંચી વળવા સ્પર્ધાત્મક ભાવ નક્કી કરવા જાહેર હિતમાં છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer