જનધન ખાતામાં જનતાનો ધસારો

ત્રણ સપ્તાહમાં રૂા. 2540 કરોડ ડિપૉઝિટ થયા
હૈદરાબાદ, તા. 12 એપ્રિલ
તા. 6થી 27 માર્ચ, 2019 દરમિયાન જનધન ખાતાઓમાં પુરાંત રૂા. 2540 કરોડ જેટલી વધી ગઈ છે. બૅન્કરો કહે છે કે એકસામટાં નાણાં ટ્રાન્સફરને શંકાસ્પદ સોદાના ભાગરૂપ તરીકે જોવાશે.
સામાન્ય ચૂંટણીનો પ્રથમ તબક્કો ગુરુવારથી શરૂ થયો છે. આ દરમિયાન પ્રાઇમ મિનિસ્ટર જનધન યોજનામાં પુરાંત વિક્રમી સ્તરે વધી રહી છે. તા. 6 માર્ચના કુલ બેલેન્સ જે રૂા. 93,567 કરોડની હતી તે વધી રા. 27 માર્ચ 2019ના વધી રૂા. 96,107 કરોડની થઈ ગઈ હતી. ખાતાઓની કુલ સંખ્યા પણ વધી રહી છે. લાભાર્થીઓની કુલ સંખ્યા ગત મહિનાના પ્રારંભમાં 34.27 કરોડ હતી તે વધી તા. 27 માર્ચના 35.27 કરોડ થઈ ગઈ હતી. આમાં 40 લાખ નવા ખાતાં ઉમેરાયાં છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer