કેઇર્ન ઇન્ડિયાના સીઈઓ-સીએફઓનાં ઉપરાઉપરી રાજીનામાં

નવી દિલ્હી, તા. 12 એપ્રિલ
વેદાંતાની માલિકીની કેઈર્ન ઇન્ડિયા લિ.ના સીઈઓ તરીકે સુધીર માથુરે રાજીનામું આપ્યા બાદ સીએફઓ પંકજ કાલરાએ પણ રાજીનામું આપી દીધું છે.
જોકે કંપનીએ નિવેદનમાં કહ્યું છે કે આ ઘટનાઓ કોઈ પણ કંપનીમાં થતી કુદરતી ઉક્રાન્તિના ભાગરૂપ છે. તે વ્યક્તિઓનાં અંગત અગ્રતાક્રમ અને કારકિર્દી અંગેની મહત્ત્વાકાંક્ષાનું પરિણામ છે. આ બંને ઘટનાઓ એકબીજા સાથે સંકળાયેલી નથી અને બંને વચ્ચે સમયનું ઘણું અંતર છે.
2012માં પ્રથમ મૅનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ રાહુલ ધીરે રાજીનામું આપ્યું હતું. તે બાદ 2012થી 2014 દરમિયાન એ સ્થાને આવેલા પી. એલાન્ગોએ રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ મયંક આશરે 2016માં રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ આવેલા સુધીર માથુરે હવે રાજીનામું આપી દીધું છે.
2011માં અનિલ અગ્રવાલે વેદાંતા હસ્તગત કર્યા બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કંપની છોડી જવાની ઘટનાઓ વધી જતાં ઘણા પ્રશ્નો ઊભા થયા છે. પ્રારંભથી સ્કોટિશ માલિકીની આ કંપનીને પરિવારની પેઢીનું વાતાવરણ માફક આવતું નથી એવું કંપની ક્ષેત્રનાં વર્તુળોમાં બોલાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer