સુરતથી કાપડની નિકાસમાં છ ટકાનો વધારો

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 19 એપ્રિલ
નોટબંધી અને જીએસટીથી સુરતના કાપડઉદ્યોગમાં મંદી છવાઈ હોવાની બૂમાબૂમ પોકળ હોવાની સાબિતી ડાયરેક્ટર ઓફ જનરલ ઓફ ફોરેન ટ્રેડના જોઈન્ટ ડાયરેક્ટરે સુરતથી કાપડની નિકાસના આંકડાની જાહેરાત કરીને આપી છે. 2018-19માં સુરતથી નિકાસ થયેલા કાપડમાં 6.04 ટકાનો વધારો નોંધાયો છે અને સાથે જ દેશની નિકાસમાં કુલ 9.22 ટકાનો વધારો નોંધાયો હોવાનો ઉલ્લેખ કરાયો છે. 
વર્ષ 2018-19માં 53.3 બિલિયન ડોલર જેટલી થઈ છે. શહેરના કાપડઉદ્યોગનાં સંગઠનો ફીઆસ્વી, ફોસ્ટા, ફોગવા અને દક્ષિણ ગુજરાત ચેમ્બર દ્વારા કેન્દ્ર સરકાર પાસે ચીનથી આયાત થતાં ફેબ્રિક પર એન્ટિડમ્પિંગ ડયૂટી લાગુ કરવાની માગ કરી હતી. જે મુજબ સરકારે કેટલીક આઈટમો પર ડયૂટી વધારી બમણી કરતાં ચીનથી આયાત થતા માલસામાનમાં ઘટાડો નોંધાયો છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer