ચૂંટણી મતદાનના દિવસે હીરાના કારખાનામાં રજા રાખવા અપીલ

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 19 એપ્રિલ
23મીએ રાજ્યમાં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે હીરાઉદ્યોગમાં રજા રાખવાની અપીલ હીરાઉદ્યોગનાં સંગઠન સુરત ડાયમંડ એસોસિયેશન દ્વારા કરવામાં આવી છે. 
હીરાઉદ્યોગમાં વહેલી સવારે આઠ કલાકે કારખાનાઓમાં કામકાજ શરૂ થઈ જતું હોય છે. જે સાંજે સાત કલાક સુધી ચાલતું હોવાથી કારીગરો ચાલુ કામની ફરજથી મતદાન માટે નીકળવું સરળ બનતું નથી.
સુરત ડાયમંડ એસોસિયેશને એક નિવેદનમાં ટાંક્યું છે કે વર્ષ દરમ્યાન તહેવારોમાં રજા રાખીએ છીએ. ચૂંટણી એ લોકશાહીનો પર્વ છે. 
કામદારોને રજા આપી તેની સો ટકા ઉજવણી કરવી જોઈએ. હવે કારખાનેદારો રજા રાખે છે,કે કેમ તે સ્વૈચ્છાનો વિષય બની રહેશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer