તાંબા-ઍલ્યુમિનિયમ સિવાયની ધાતુ પર દબાણ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 એપ્રિલ
અમેરિકા-ચીનની ટ્રેડ વાટાઘાટ સકારાત્મક આગળ વધવાના સંકેત છતાં ક્રૂડતેલમાં બેરલદીઠ 72 ડૉલર પાર થવાનો અહેવાલ છે. ચીન દ્વારા અર્થતંત્રને પ્રોત્સાહન આપવાના સંકેત સામે અમેરિકાએ યુરોપને ડયૂટી વધારવાની ચેતવણી આપતાં પુન: વૈશ્વિક અર્થતંત્ર સામે સંકટનાં વાદળ ઘેરાવાની શરૂઆત થઈ હોવાનું વિશ્લેષકો માને છે. જેથી સતત આગળ વધતી બિનલોહ ધાતુમાં તેજીની ગાડી આ સપ્તાહે થોડી ખોડંગાઈ હતી.
લંડન મેટલ એક્સચેન્જ
આજે ગૂડ ફ્રાઇડેની રજા છે. ગઈકાલે 18 એપ્રિલે તાંબા અને એલ્યુમિનિયમ સિવાયની ધાતુના ભાવમાં થોડી પીછેહઠ જણાઈ છે. તાંબાનો ભાવ સતત ટનદીઠ 6482 ડૉલર અને એલ્યુમિનિયમ 1850થી 1860 ડૉલર વચ્ચે મજબૂત રહ્યું હતું. જ્યારે ટીન સતત ઘટીને 20,325 ડૉલરે ઊતર્યું હતું. સીસાનો ભાવ વધુ ઘટીને 1933 ડૉલર અને જસત 2765 ડૉલર તથા નિકલ 13,000ની સપાટી તોડીને 12,675 ક્વોટ થયું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer