કઠોળની આયાત માટેની પ્રવિધિ જાહેર થઈ

નવી દિલ્હી, તા. 19 એપ્રિલ
વાણિજ્ય મંત્રાલયે કેટલાક કઠોળની આયાત માટેની પ્રવિધિ જાહેર કરી છે અને મિલરો પાસેથી અરજીઓ મગાવી છે.
ડિરેકટોરેટ જનરલ અૉફ ફોરિન ટ્રેડ (ડીજીએફટી)ની યાદી મુજબ નિમ્નલિખિત કઠોળની આયાત માટે મિલરો અને રિફાઇનરોએ લાઇસન્સ લેવું પડશે.
`બે લાખ ટન તુવેરદાળ, 1.5 લાખ ટન મગદાળ અને 1.5 લાખ ટન વટાણાની આયાત માટેની પ્રવિધિ નક્કી કરાઈ છે' એમ ડીજીએફટીની નોટિસ જણાવે છે.
નિર્ધારિત પ્રવિધિ અનુસાર અરજદારોએ પ્રત્યેક રિફાઇનિંગ/ પ્રોસેસિંગ એકમની ક્ષમતા દર્શાવતા દસ્તાવેજની સેલ્ફ-સર્ટિફાઇડ નકલ રજૂ કરવી પડશે. આ દસ્તાવેજ જિલ્લા, રાજ્ય કે કેન્દ્રીય સત્તાવાળા તરફથી જારી કરાયો હોવો જોઈએ.
આવા દસ્તાવેજ વગરની અરજીઓ રદ થવાને પાત્ર ગણાશે. `લાઇસન્સધારકોએ તેમણે મગાવેલા માલની ભારતીય બંદરોએ થતી આવકના માસિક સ્ટેટમેન્ટ રજૂ કરવાં પડશે' એમ નોટિસ ઉમેરે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer