વૈશ્વિક સોનું 2019ના તળિયે

અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 19 એપ્રિલ
ગૂડ ફ્રાઇડેને લીધે વિશ્વ બજારો બંધ હતાં. આગલા દિવસે ગુરુવારે સોનાનો ભાવ ન્યૂ યૉર્કમાં 1272 ડૉલરની 2019ની સૌથી નીચી સપાટીએ પહોંચ્યા પછી 1276 ડૉલર અંતે રહ્યો હતો.
સતત ચાર અઠવાડિયાંથી સોનું તૂટી રહ્યું છે. ડૉલરમાં તેજી છે એ ઉપરાંત વૈશ્વિક અર્થતંત્રમાં અગાઉ મંદી થશે તેવી આગાહીઓ ખોટી ઠરી રહી હોવાથી સોનામાં વેચવાલીનો દોર શરૂ થયો છે. ઊંચા મથાળે સોનામાં નફો બુક કરવાનું વલણ ચાલે છે. 
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂા. 32,550ની સપાટીએ સ્થિર હતો.
વાયદા બજારો બંધ રહેતા ભાવમાં કોઇ વધઘટ જોવા મળી ન હતી. ન્યૂ યૉર્કમાં ચાંદી ઔંસદીઠ 14.98 ડૉલર હતી. સ્થાનિક બજારમાં એક કિલોએ રૂા. 100ના મામૂલી ઘટાડા સાથે રૂા. 37,800 હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer