વેપારયુદ્ધ અને વિકાસ સંબંધી ચિંતાથી તાંબાની તેજીમાં ખાંચરો

વેપારયુદ્ધ અને વિકાસ સંબંધી ચિંતાથી તાંબાની તેજીમાં ખાંચરો
સિંગાપોર, તા. 12 એપ્રિલ
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)એ તેની વૈશ્વિક વૃદ્ધિની આગાહી ઘટાડતા તાંબાના ભાવમાં વૃદ્ધિ તરફી ગતિ થંભી ગઈ છે અને અમેરિકા તથા યુરોપ વચ્ચે વેપાર તંગદિલી વધી રહી હોવાનું જણાય છે.
લંડન મેટલ એક્સચેન્જ (એલએમઈ) પર ત્રણ મહિનાનો કોપરનો ભાવ ગુરુવારે ટનદીઠ 80 ડૉલર ઘટીને 6476 ડૉલર થયો હતો.
અગાઉ કોપરનો ભાવ થોડોક ઊંચો હતો એમ શાંઘાઈ સ્થિત સીઆરયુના કોપરના એનાલિસ્ટ હી તીઆનયુએ કહ્યું હતું.
અગાઉના સત્રમાં લંડન કોપરનો ભાવ ટનદીઠ 6540 ડૉલરે સ્પર્શ્યો હતો જે પહેલી એપ્રિલથી મજબૂત હતો. હી નું કહેવું છે કે તે ફેબ્રુઆરીનો પ્રતીકારાત્મક સ્તર હતો અને તેમને માગમાં વૃદ્ધિ થઈ હોય તેવું જણાયું નથી.
આઈએમએફએ તેનો વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિનો અંદાજ અગાઉના 3.5 ટકાથી ઘટાડીને આ વર્ષે 3.3 ટકાનો જણાવ્યો છે. તે માટે અમેરિકા-ચીન વચ્ચેના વેપાર યુદ્ધ અને યુરોપિયન યુનિયનમાંથી બ્રિટિશ એક્ઝિટની સંભવિત ઉદ્ધતતા જણાવી છે.
તે દરમિયાન, યુરોપિયન એરક્રાફ્ટ સબસિડીની સામે બદલો લેવાના આશયથી લાર્જ કમર્શિયલ એરક્રાફ્ટથી લઈને ડેરી પ્રોડક્ટસ અને વાઇન જેવી વિવિધ ઈયુ પ્રોડક્ટસની સૂચી પર ટેરિફ નાખવાની દરખાસ્ત યુએસ ટ્રેડના પ્રતિનિધિએ સોમવારે કરી હતી.
એશિયન બજારોમાં ઊંચકાયા બાદ અમેરિકી ડૉલર ફરી નેગેટીવ ઝોનમાં (ઘટયો) ચાલ્યો ગયો હતો જેથી અન્ય ચલણમાં ખરીદી કરતાં દેશો માટે ડૉલરમાં ધાતુની ખરીદી કરવી સસ્તી બની હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer