કોલસાની આયાત ગયા વર્ષે 9 ટકા વધી

નવી દિલ્હી, તા. 23 એપ્રિલ
નાણાકીય વર્ષ 2018-19માં દેશમાં કોલસાની આયાત 8.8 ટકા વધીને 23.35 કરોડ ટન નોંધાઈ છે. નાણાકીય વર્ષ 2017-'18માં તે 21.46 કરોડ ટન થઈ હતી.
ઓછું મહત્ત્વ ધરાવતા નોન-કોકિંગ કોલસાની આયાત 2018-'19માં 16.42 કરોડ ટન થઈ હતી, જે 2017-'18ના 14.49 કરોડ ટનની સરખામણીએ 13.25 ટકા વધુ છે.
કોકિંગ કોલસાની આયાત વર્ષ 2018-'19માં 4.77 કરોડ ટને સ્થિર રહી હતી, જ્યારે નાણાકીય વર્ષ 2017-'18માં 4.72 કરોડ ટનની થઈ હતી. એમ જંકશન સર્વિસીસના મૅનેજિંગ ડિરેકટર અને સીઈઓ વિનય વર્માએ કહ્યું હતું કે 2018-'19માં વીજળી મથકો માટે કોલસાની આયાત અપેક્ષા મુજબ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer