બિનલોહ ધાતુમાં સતત પીછેહઠ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 એપ્રિલ
 યુરોપ પર આર્થિક ભારણ (ડયૂટી) વધારવાની અમેરિકાના પ્રમુખની ચેતવણી અને ક્રૂડતેલનો ભાવ બેરલ દીઠ 74 ડૉલર પહોંચવાથી વૈશ્વિક બજારમાં શૅર અને અન્ય કોમોડિટી સાથે બિનલોહ ધાતુના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો.
આજે એલએમઈ ખાતે તાંબાનો ત્રણ મહિનાનો વાયદો ટન દીઠ ઘટીને 6437 ડૉલર, ટીન 20,257 ડૉલર, જસત 2800 ડૉલરની સપાટી તોડીને 2786 ડૉલર, સીસાનો ભાવ ઘટીને 1947 ડૉલર અને નિકલ વધુ ઘટાડે 12,607 ડૉલર ક્વૉટ થયું હતું.
સ્થાનિક બજારનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે બજારની માગ મે મહિનામાં સુસ્ત રહેવાની સંભાવનાથી આયાતકારો હવે થોભો અને રાહ જુઓનું વલણ અપનાવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer