આઈટી અધિકારીઓનું પ્રમોશન તેમની કામગીરી સાથે જોડવાનું અયોગ્ય : હાઈ કોર્ટ

મુંબઈ, તા. 23 એપ્રિલ
આવકવેરા (અપીલ) કમિશનરોનાં કામની સમીક્ષાને આવકવેરા વિભાગની તરફેણમાં આવેલા ચુકાદાની સાથે જોડવા માટે સેન્ટ્રલ બોર્ડ અૉફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)ને બોમ્બે હાઇ કોર્ટે સોમવારે ઠપકો આપ્યો હતો.
હાઈ કોર્ટે જણાવ્યું હતું કે ખાતાની તરફેણમાં ચુકાદા આપવા માટે આવકવેરા (અપીલ) કમિશનરોને વધારાનાં પ્રોત્સાહનો આપવાનું ગેરકાયદે છે.
આવી નીતિ સંપૂર્ણપણે અમાન્ય અને ગેરકાયદે છે. સીબીડીટીએ આ અંગે આપેલા આદેશો ગેરકાયદે છે.
સીટ (અપીલ)ના અપ્રેઇઝલને સરકારે વેરાવિભાગની તરફેણમાં કેટલા ચુકાદા આપે છે તે સંખ્યા જોડે સાંકળ્યા હતા. આથી આકારણીદાર અધિકારી દંડ લાદવામાં કે કડક આકારણી કરવાના આધારે તેને મૂલ્યાંકન કરાતું હતું.
ચેમ્બર અૉફ ટૅક્સ કન્સલટન્ટ્સ અને મહેન્દ્ર સંઘવી નામના ટૅક્સ પ્રેક્ટિશનરે કોર્ટમાં રીટ પિટિશન કરી હતી. તેમણે સીબીડીટી અને ભારત સરકારને પ્રતિવાદી મનાવ્યા હતા.
કોર્ટનો ચુકાદો રાહતભર્યો અને ધારણા મુજબનો છે એમ કરવેરા નિષ્ણાતો જણાવે છે. સીબીડીટી નીતિ ભારે ટીકાપાત્ર બની હતી. આવા ઇન્સેન્ટિવ અમાન્ય છે અને તે સીટ (એ)ના કવાસી-જ્યુડિશિયલ સત્તામાં માથું મારે છે. વળી તેનાથી કરદાતાઓને ખોટા સંકેત મળે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer