આતંકવાદનું શત્ર IED, લોકતંત્રનું છે વોટર ID : વડા પ્રધાન

``મતદાતા  નિર-ક્ષીરનો વિવેક જાણે છે''

``મતદાન પછી જાણે કુંભમાં સ્નાન કર્યું હોય તેવો અહેસાસ થયો''

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 23 એપ્રિલ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ખુલ્લી જીપમાં જઇ રાણીપમાં નિશાન સ્કૂલમાં જઇ ઉપસ્થિત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહના પરિવારના સભ્યોને મળી તેમની પૌત્રી રુદ્રીને તેડીને વહાલ કર્યું હતું. ત્યાર બાદ મતદાન કર્યા બાદ સામાન્ય લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ મતદાર ઓળખપત્રને લોકતંત્રનું સૌથી મજબૂત શત્ર બતાવ્યું હતું. આ સમયે પણ મોદી મોદીનો નારો લાગ્યો હતો.
તેમણે વાતચીતમાં કહ્યું હતું કે દેશના વોટર નિર-ક્ષીર વિવેક જાણે છે તેમણે જણાવ્યું કે ભારત વિશ્વની સામે લોકતંત્રના માહાત્મ્યનું ઉદાહરણ રજૂ કરે છે. એક તરફ આતંકવાદનું શત્ર ઈંઊઉ હોય છે જ્યારે લોકતંત્ર વોટર ઈંઉ હોય છે તેનો ઉપયોગ કરી સૌથી વધુ મતદાન કરો. તેમણે કહ્યું કે મતદાન કર્યા પછી જાણે કુંભમાં સ્નાન કર્યું હોય તેવો અહેસાસ થાય છે .
તેમણે વધુમાં જણાવ્યું કે, પહેલા અને બીજા રાઉન્ડમાં લોકોએ સૌથી વધુ મતદાન કર્યુ છે. તેના માટે હું તમામ મતદારોને અભિનંદન આપું છું 
ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલીએ દેશની સુરક્ષા અને વિકાસને સુનિશ્ચિત કરવા મતાધિકારનો ઉપયોગ કરીને જંગી મતદાન કરીએ તેમ કહ્યું હતુ. ગાંધીનગર ખાતે સેકટર-20 પ્રાથમિક શાળા ખાતે  મતદાન કર્યા બાદ રાજ્યપાલે ઉમેર્યું કે,મતદાતાઓ વિવેક પૂર્ણ મતાધિકારનો ઉપયોગ કરીને  દેશની સુરક્ષા અને વિકાસને સુનિશ્ચિત કરવા યુવાઓ ખાસ કરીને આગળ આવે અને વધુ મતદાન કરે તે જરૂરી છે. મુખ્ય સચિવ  ડૉ. જે.એન. સિંઘે ચિલ્ડ્રન યુનિ. સેકટર -20 ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યા બાદ કહ્યું કે રાજ્યના નાગરિકો-યુવાઓ 100  ટકા મતદાન કરે અને ઝડપથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના આ પર્વમાં પોતાનું યોગદાન આપે.
મધ્યપ્રદેશના  રાજ્યપાલ આનંદીબેન પટેલે શીલજ પ્રાથમિક શાળામાં સવારે 8 વાગે મતદાન કર્યું હતું, જ્યારે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ રાજકોટમાં કાલાવડ રોડ ખાતે કોટેચા સ્કૂલ ખાતે હરિહર હૉલમાં બપોરના 2 વાગે મતદાન કર્યું હતું.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે સવારે 9 વાગે નારણપુરા સબ ઝોનલ અૉફિસ ખાતે કામેશ્વર મંદિર પાસે મતદાન કર્યું હતું. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ  સવારે 11.15 કલાકે શાહપુર ભરડિયા વાસ ખાતે હિન્દી શાળા નંબર 1-2 ખાતે મતદાન કરવા આવેલા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer