સુપ્રીમ કોર્ટની રાહુલ ગાંધીને ફરીથી નોટિસ

સુપ્રીમ કોર્ટની રાહુલ ગાંધીને ફરીથી નોટિસ
એજન્સીસ
નવી દિલ્હી, તા. 23 એપ્રિલ
રફાલ ચુકાદાના બફાટ અંગે કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીને કોર્ટના તિરસ્કારની નોટિસ સુપ્રીમ કોર્ટે ફટકારી છે. ભાજપના મીનાક્ષી લેખીએ આ અંગે કરેલી અરજીની તા. 30 એપ્રિલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.
`ચૌકીદાર ચોર હૈ'ના મારા રાજકીય નિવેદનને હું વળગી રહું છું. માત્ર નિવેદનમાં સુપ્રીમ કોર્ટના ઉલ્લેખ માટે હું દિલગીરી વ્યક્ત કરું છું. એમ રાહુલ ગાંધી વતી ઉપસ્થિત થયેલા ઍડવોકેટ અભિષેક મનુ સિંધવીએ જણાવ્યું હતું.
ભાજપે તેની અરજીમાં જણાવ્યું છે `રાહુલ ગાંધીએ એફિડેવિટમાં કહ્યું છે કે તેમણે અૉર્ડર વાંચ્યો નહોતો. અમારા મતે રાહુલ ગાંધીએ જે એફિડેવિટ સુપરત કરી છે તે માફી નથી. તે માત્ર લાગણીરહિત આશ્વાસન જેવું છે. સિનિયર ઍડવોકેટ અભિષેક મનુ સિંધવીને સાંભળ્યા બાદ અમને પ્રતિવાદી રાહુલ ગાંધીને નોટિસ ફટકારવાનું યોગ્ય લાગ્યું છે. એમ ચીફ જસ્ટિશ રંજન ગોગોઇના વડપણ હેઠળની બેન્ચે જણાવ્યું હતું.  આ ફોજદારી તિરસ્કારની અરજી હોવાથી કોર્ટે નોટિસ ફટકારી છે. આથી આવતા મંગળવારે રાહુલ ગાંધીએ ખુદ કોર્ટમાં હાજર થવું પડશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer