ખાતર કૌભાંડ મામલે કૉંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાની અટકાયત

ખાતરની થેલી લઇ મુખ્ય પ્રધાન રૂપાણીને મળવા પહોંચેલા હર્ષદ રિબડિયાએ કર્યા ધરણા

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.14 મે
ખાતર કૌભાંડને લઇને કૉંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયા ખાતરની થેલી લઇ ગાંધીનગર સચિવાલય પહોંચ્યા હતા અને સરકારનો વિરોધ કરવા સાથે ધરણા શરૂ કર્યા હતા ત્યારે તેમની અટકાયત કરવામાં આવી હતી. હર્ષદ રિબડિયાની સાથે તેમના સમર્થકોની પણ અટકાયત કરવામાં આવી હતી. સાથે ખાતરની થેલી પણ જમા લીધી હતી. 
હર્ષદ રિબડિયાએ કહ્યું કે, રાજ્યમાં પહેલાં મગફળી કૌભાંડ પછી તુવેર કૌભાંડ અને હવે ખાતર કૌભાંડ થયું છે. ખાતરમાં ક્યારેય ભેજ નથી લાગતો. આજે વિધાનસભામાં ખાતરની થેલી લઇને આવ્યો છું. દોઢ વર્ષ પહેલાંની આ થેલીમાં 600 ગ્રામ વજન ઓછું છે એટલે આ કૌભાંડ છેલ્લાં કેટલાંક વર્ષોથી ચાલતું આવે છે. તેમણે કહ્યું કે, હું આ ખાતરની થેલી મુખ્ય પ્રધાન રૂપાણીને બતાવવા આવ્યો છું. હું જે થેલી લાવ્યો છું તેને ઉંદરડાએ કે નોળિયાએ કોતરી નથી. મારી માગણી છે કે, છેલ્લાં પાંચ વર્ષમાં ખેડૂતોને આ રીતે થેલીઓમાં ઓછું ખાતર આપવાનું કૌભાંડ ચાલી રહ્યું છે તેમાં ખેડૂતોને વળતર આપવામાં આવે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer