અમેરિકા-ચીન ઘર્ષણ ઢીલું પડતા સોનું હાજર એક માસની ટોચેથી ઘટયું

રાજકોટ, તા. 14 મે
આજે અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર ઘર્ષણ ઢીલુ પડવાને પગલે પગલે ન્યુયોર્ક બુલિયન એક્સચેંજ ખાતે સોનું એક માસની ટોચેથી સહેજ ઘટયું હતું. હાજર સોનુ 0.2% ઘટી એક ઔન્સના 1297.73 ડોલર થયા હતા. આ પહેલા આ જ સત્રમાં સોનુ વધીને એક ઔન્સના 11 એપ્રિલ પછી સૌથી વધુ 1303.26 ડોલર થયા હતા. જ્યારે યુ.એસ. સોનુ વાયદો 0.3% ઘટીને 1298.40 ડોલર થયા હતા.આમ હવે સોનામાં મોટી હલચલ શાંત પડતી હોય એમ જણાય છે એમ એક નિષ્ણાતે કહ્યું હતું તેણે કહ્યું હતું કે અમેરિકા-ચીન વચ્ચે મંત્રણા ચાલુ રહેનાર છે એમ કહેવાય છે અને બીજી તરફ ઇકવીટીમાં રીકવરી જોવા મળે છે તેથી જે છેલ્લા દિવસોમાં બધુ નકારાત્મક હતું એવું હવે નથી લાગતું અને તેથી સોનુ કોન્સોલિડેટ થાય છે.
 સોનુ સોમવારે 1.1% વધ્યુ તે ફેબ્રુઆરી 19 પછીનો એક દિવસનો સૌથી મોટો વધારો હતો.પણ હવે બન્ને દેશોએ મંત્રણા ચાલુ રાખવાની વાતો કરતાં સોનુ નરમ થવા ભણી છે.. આના કારણે ઇકવીટી માર્કેટમાં પણ થોડી રાહત થઈ હતી.
દરમ્યાન ટેકનીકલ મોરચે સોનુ  એક ઔન્સના 1307 ડોલરે રેઝિસ્ટન્સ મેળવે તેમ છે. ચાંદી એક ઔન્સના 14.76 ડોલરના ભાવે સ્થિર હતી અને પ્લેટિનમ 0.6% વધી એક ઔન્સના 858.10 ડોલર અને પેલેડિયમ 0.6 % વધી એક ઔન્સના 1330.36 ડોલર થયું હતું.
રાજકોટની ચોકસી બજારમાં સોના ચાંદી બન્ને કિમતી ધાતુમાં વધારો હતો. સોનું 99.9 ટચ 10 ગ્રામ રુ. 350 વધી અને રુ.33400 થયું હતું જ્યારે ચાંદી 999 ટચ 1 કિલો રુ.400 વધી રુ.38100 થઈ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer