ખાંડની નિકાસ વધીને 21 લાખ ટન થઈ

પીટીઆઈ       નવી દિલ્હી, તા. 14 મે
સપ્ટેમ્બરમાં પૂરા થતા માર્કેટિંગ વર્ષમાં દેશમાંથી કરાતી ખાંડની નિકાસ પાછલા સમગ્ર વર્ષના પાંચ લાખ ટનથી વધીને આ વર્ષે અત્યાર સુધીમાં 21.29 લાખ ટન નોંધાઈ છે. 
પહેલી ઓક્ટોબરથી છઠ્ઠી એપ્રિલ સુધીમાં નિકાસ થયેલી 21.29 લાખ ટન ખાંડમાંથી 9.76 લાખ ટન કાચી ખાંડ હોવાનું અૉલ ઈન્ડિયા સુગર ટ્રેડ એસોસીએશન (એઆઈએસટીએ)એ જણાવ્યું છે. હજુ 7.24 લાખ ટન નિકાસ માટે તૈયાર છે.
એસોસીએશનના સીઈઓ આર. પી. ભાગરિયાએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 30 લાખ ટન ખાંડની નિકાસ માટેના કોન્ટ્રાક્ટ થયા છે, જેમાંથી 28.53 લાખ ટન ખાંડ મિલોમાંથી ડિસ્પેચ થઈ ચૂકી છે. બાંગ્લાદેશ, શ્રીલંકા, સોમાલિયા, અફઘાનિસ્તાન અને ઈરાન, ભારતીય ખાંડના મુખ્ય ગ્રાહકો છે.
કેન્દ્ર સરકારે માલ પુરાંત ઘટાડવા માટે ચાલુ માર્કેટિંગ વર્ષમાં સુગર મિલોને 50 લાખ ટન ખાંડની નિકાસનું લક્ષ્યાંક આપ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer