એપ્રિલમાં હોલસેલ ફુગાવો ઘટીને 3.07 ટકા

પીટીઆઈ
નવી દિલ્હી, તા.14 મે
ઈંધણના ભાવ અને ઉત્પાદિત વસ્તુઓના ભાવ ઘટતાં એપ્રિલમાં હોલસેલ ભાવ આધારિત ફુગાવો ઘટીને 3.07 ટકા થયો હતો. અન્ન પદાર્થોના ભાવ વધુ હોવા છતાં ફુગાવો ઘટયો હોવાનું અધિકૃત આંકડા દર્શાવે છે. 
હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ (ડબ્લ્યુપીઆઈ) આધારિત ફુગાવો માર્ચમાં 3.18 ટકા અને એપ્રિલ 2018માં 3.62 ટકા હતો. એપ્રિલમાં શાકભાજીના ભાવ વધતાં અન્ન પદાર્થોમાં ફુગાવો વધ્યો હતો. સૂચિત મહિનામાં શાકભાજીનો ફુગાવો 40.65 ટકા હતો, જે પાછલા મહિને 28.13 ટકા હતો. અન્ન પદાર્થોમાં ફુગાવો માર્ચના 5.68 ટકાથી વધીને 7.37 ટકા થયો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer