ચોમાસું ત્રણ દિવસ મોડું આવશે, દુકાળની શક્યતા 15 ટકા : સ્કાયમેટ

નવી દિલ્હી, તા. 14 મે
નૈઋત્ય ઋતુનું ચોમાસું કેરળમાં સામાન્ય કરતા ત્રણ દિવસ મોડું એટલે કે 4થી જૂને પ્રવેશ કરશે, એમ ખાનગી આગાહીકાર સંસ્થા સ્કાયમેટનું કહેવું છે. તેના મતે આ વર્ષે પણ વરસાદ લાંબા ગાળાની સરેરાશથી ઓછો, 93 ટકા જેટલો રહેશે.
મહારાષ્ટ્રમાં મરાઠવાડા અને વિદર્ભ જેવા દુકાળગ્રસ્ત વિસ્તારોમાં વરસાદ સામાન્ય કરતા 9 ટકા ઓછો રહેશે. ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર કર્ણાટક અને રાયલસીમાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ ઓછો રહેશે એવી સ્કાયમેટની આગાહી છે.
ભારત સરકારના હવામાન ખાતાની સત્તાવાર આગાહી થોડા દિવસમાં પ્રગટ થનાર છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer