અમેરિકાના અર્થતંત્રમાં અસમાનતા વિશે

ફેડની ચેતવણી
વોશિંગ્ટન, તા.14 મે
ફેડરલ રિઝર્વના અધિકારીઓએ કહ્યું કે, અમેરિકામાં વધી રહેલી અસમાનતાના કારણે અર્થતંત્ર ઉપર પ્રતિકૂળ અસર પડશે. ફેડ ગર્વનર લેઈલ બ્રેઈનાર્ડે તાજેતરમાં કહ્યું કે, આવક વૃદ્ધિ અને સંપત્તિમાં મંદ ગતિએ વૃદ્ધિ, તેની સામે હાઉસિંગ, હૅલ્થકૅર અને શિક્ષણના ખર્ચમાં થતા વધારાને લીધે મધ્યમવર્ગના પરિવારો લાંબા ગાળે જોખમમાં મૂકાશે. તેમણે ઉમેર્યું કે, એવુ અર્થતંત્ર જેમાં વધુ સંપત્તિ ધરાવતા કુટુંબોની આવકના હિસ્સામાં વધારો થાય ત્યાં ગ્રાહક માગમાં ઘટાડો થાય છે. લાભનું વિતરણ સરખા પ્રમાણમાં થતું નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer