ચીની સ્ટીલના ડમ્પિંગ સામે 25 ટકા સેફગાર્ડ ડયૂટીની માગણી

ચીની સ્ટીલના ડમ્પિંગ સામે 25 ટકા સેફગાર્ડ ડયૂટીની માગણી
મુંબઈ, તા. 14 મે
અમેરિકા-ચીનના ટ્રેડવોરને લીધે ભારતમાં વાયા ચીન અન્ય દેશોમાંથી સસ્તી લોખંડ નિકાસ કરશે, એવો ભય ઊભો કરીને સ્થાનિક લોખંડ ઉત્પાદકોએ 25 ટકા સેફગાર્ડ ડયૂટી લાદવાની ભલામણ કેન્દ્ર સરકારને કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાછલા મહિને તાતા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ અને સેઇલના પ્રતિનિધિઓએ કેન્દ્રના પોલાદ સચિવ બીનોય કુમાર સમક્ષ સેફગાર્ડ ડયૂટી જરૂરી હોવાની રજૂઆત કરી હતી. દરમિયાન જેએસડબ્લ્યુ સ્ટીલના એમડી શેષગીરી રાવે જણાવ્યું હતું કે ચીન, જપાન, કોરિયા જેવા દેશો અમેરિકામાં લોખંડની મોટી નિકાસ કરતા રહ્યા છે. હવે તેઓ ભારતમાં મોટાપાયે લોખંડના ડમ્પિંગ માટે પ્રયાસો કરશે જેથી સેફગાર્ડ જરૂરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer