એપીએમસીમાં કાંદા-બટાટાના 250 વેપારીઓને ગાળા ખાલી કરવાની નોટિસ

મુંબઈ, તા. 17 મે
નવી મુંબઈની એપીએમસી માર્કેટના કાંટા-બટાટાના લગભગ 250 વેપારીઓને તેમના ગાળા ખાલી કરવાની નોટિસો આપવામાં આવી છે. 31મે સુધી ગાળાઓ ખાલી કરવાની તાકીદ કરવામાં આવી છે.
2003માં આ માર્કેટને ભયજનક ઘોષિત કરવામાં આવી હતી અને વેપારીઓને તેની જાણ કરવામાં આવી હોવા છતાં તેઓ ત્યાંથી બીજે જવા તૈયાર હતા નહીં. તેઓને 200 ચોરસ ફૂટના ગાળા સંક્રમણ શિબિરમાં આપવામાં આવ્યા છે, પણ તે જગ્યા અપૂરતી હોવાનું કારણ તેઓ આગળ ધરી રહ્યા છે.
22મી માર્ચે તેઓને પ્રથમ નોટિસ આપ્યા પછી માર્કેટમાં અનેક ઠેકાણે સ્લેબ તૂટી પડયાનું જણાયું છે. પછી ફાઈનલ 
નોટિસ આપવામાં આવી છે. માર્કેટમાંની સાત ઇમારત ભયજનક જર્જરિત અવસ્થામાં હોવાનું જાણવા મળે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer