દેશમાં વિરાટ કદનાં પાંચથી છ ટૅક્સ્ટાઇલ ઝોનનું નિર્માણ થશે

ગુજરાતમાં 50 ચો. કિલોમીટરના ક્ષેત્રફળમાં ટૅક્સ્ટાઇલ ઝોન તૈયાર થશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 મે
સંપૂર્ણ સપ્લાય ચેઇન સાથેના પાંચથી છ ટૅક્સ્ટાઇલ ઝોનનું નિર્માણ ભારતમાં થશે, એમ ટૅક્સ્ટાઇલ સેક્રેટરી રાઘવેન્દ્ર સિંઘે જણાવ્યું હતું.
ટૅક્સ્ટાઇલ ઝોનના કદનો ખ્યાલ આપતાં તેમણે જણાવ્યું હતું કે ભારતમાં અત્યારે જે  65 ઇન્ટિગ્રેટેડ ટૅક્સ્ટાઇલ પાર્ક છે તેને ભેગા કરીએ તો જે વિસ્તાર થાય તેનાથી મોટો આ દરેક ટૅક્સ્ટાઇલ ઝોન હશે.
ગુજરાતમાં 50 ચો. કિલોમીટરનો વિસ્તાર એક ટૅક્સ્ટાઇલ ઝોન માટે નક્કી કરાયો હોવાની માહિતી તેમણે આપી હતી.
ટૅક્સ્ટાઇલ ઝોનમાં વધુ ધ્યાન ટેકનિકલ ટૅક્સ્ટાઇલ પર અપાશે. નવી ટેકનિકલ ટૅક્સ્ટાઇલ પૉલિસી પણ ઘડાઈ રહી છે અને નવી સરકાર આવતાંવેંત તેને મંજૂરી મળી જવાની શક્યતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer