એક્ઝિટ પોલ પૂર્વે સેન્સેક્ષમાં 537 પોઇન્ટનો ઉછાળો

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 મે
વૈશ્વિક બજારની નરમાઈ અને ક્રૂડ તેલના વધતા ભાવો છતાંય ભારતમાં રવિવારે એક્ઝિટ પોલનાં પરિણામો આવે તે પૂર્વે જ શુક્રવારે સેન્સેક્ષમાં 537 પોઇન્ટનો ભારે ઉછાળો જોવાયો હતો. નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ એનડીએને સ્પષ્ટ બહુમતી મળવાની અપેક્ષાએ શૅરબજાર વધ્યું છે.
ખાનગી બૅન્ક, નાણાં કંપનીઓ, અૉટો અને રીયલ્ટી શૅરોમાં ભારે ખરીદી જોવા મળી હતી, જ્યારે આઈટી, ફાર્મા, જાહેર ક્ષેત્રની બૅન્કોના શૅરોમાં થોડીક વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્ષની ગણતરીમાં બજાજ ફાઇનાન્સ, હીરો મોટોકોર્પ, એચયુએલ ટોપ વળતરદાયી નીવડયા હતા. આ સામે વેદાંત, સન ફાર્મા, ઇન્ફોસીસ ટોપ લૂઝર રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer