પેન્ટાલૂન નવી બજારો ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે

પેન્ટાલૂન નવી બજારો ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે
આદિત્ય બિરલા ફૅશન્સની
મુંબઈ, તા. 17 મે
આદિત્ય બિરલા ફેશન્સની બ્રાન્ડ પેન્ટાલૂન તેનો વિસ્તાર વધારવા માટે નવી બજારો ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે અને પ્રોડક્ટસનું વધુ મૂલ્ય મળે તેવો વ્યૂહ બનાવશે.
કંપનીએ માર્ચ 19માં પૂરા થયેલા ત્રિમાસિકનાં પરિણામો જાહેર કર્યા તે નિમિત્તે પ્રગટ કરેલા એક નિવેદનમાં કહ્યું કે લાઇફસ્ટાઇલ બ્રાન્ડસમાં કેટેગરીનો વિસ્તાર કરશે, બ્રાન્ડને મજબૂત કરશે અને સ્ટોર્સનું માળખું વધારશે.
કંપનીએ પેન્ટાલૂન બ્રાન્ડને ફ્યુચર ગ્રુપ પાસેથી ખરીદી લીધી હતી. આ બ્રાન્ડની આવક માર્ચ 19 ત્રિમાસિકમાં સહેજ ઘટીને રૂા. 6.33 કરોડની થઈ હતી, જે 2018ના સમાન ત્રિમાસિકમાં રૂા. 641 કરોડની હતી.
કંપનીની આવક માર્ચ ત્રિમાસિકમાં રૂા. 1915 કરોડની થઈ હતી, જે આગલા વર્ષના સમાન ત્રિમાસિકમાં રૂા. 1754 કરોડની હતી. નફો 79 ટકા વધીને રૂા. 203 (રૂા. 113) કરોડનો થયો હતો.
કુમાર મંગલમ બિરલાની કંપની બિરલા ફેશન્સના બે ડિવિઝન છે- મદુરા અને પેન્ટાલૂન.
મદુરા ડિવિઝનમાં લુઈ ફિલિપ, વાન હુસેન જેવી પરંપરાગત ઉપરાંત ફોરેવર 21 અને પિપલ જેવી ફાસ્ટ ફેશનની બ્રાન્ડ છે. આ ડિવિઝનની આવક 14 ટકા વધીને રૂા. 1320 કરોડની થઈ હતી.
લાઇફસ્ટાઇલ બ્રાન્ડનો ગ્રોસ નફો વધીને રૂા. 169 (રૂા. 166) કરોડનો થયો હતો, જ્યારે આવક 12 ટકા વધીને રૂા. 1132 (રૂા. 1015) કરોડની થઈ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer