ઓસ્ટ્રેલિયામાં દુષ્કાળના કારણે ઘઉંના પાકને નુકસાન

ઓસ્ટ્રેલિયામાં દુષ્કાળના કારણે ઘઉંના પાકને નુકસાન
કેનેડાથી આયાત કરવાનો નિર્ણય  
કલ્પેશ શેઠ 
મુંબઈ, તા. 17 મે
હાજર બજારોમાં ધાર્યા પ્રમાણે આવકો નહીં હોવાથી  સ્થાનિક સ્તરે ઘઉંના ભાવમાં તેજીનો અંડરટોન તો  હતો જ તેમાં ઓસ્ટ્રેલિયામાં દુકાળ અને ઘઉં આયાત કરવા પડે તેવા સંજોગો બનતા ભારતમાં ઘઉંના ભાવ ઉંચકાયા છે. આ સપ્તાહના પ્રારંભે ઓસ્ટ્રેલિયાનાં કૃષિ તથા પાણી પુરવઠા વિભાગે ઘઉંની આયાત કરવાની મંજુરી આપી છે. આગામી દોઢ કે બે મહિનામાં  કેનેડાથી ઘઉંનો પ્રથમ જથ્થો ઓસ્ટ્રેલિયા પહોંચશે એવું જાણવા મળે છે. 
આ અંગેની પરમીટ નીકળી ચુકી છે. ન્યુ સાઉથ વેલ્સનાં કેમ્બાલા બંદરે હાઇ પ્રોટિન ઘઉંનું કન્ટેનર રવાના થઇ ગયું છે જેમાં મિલોના વપરાશ માટેના ઘઉં આવવાના છે.ઘઉંની આયાતના આ સમાચાર પાછળનું મુખ્ય કારણ ઘઉંનો પાક લેતા ઓસ્ટ્રેલિયન વિસ્તારોમાં વરસાદની ખેંચ તથા દુષ્કાળની પરિસ્થિતીને માનવામાં આવે છે. આ વિસ્તારોમાં પાકને નુકસાન થયું છે અને આગામી દિવસોમાં ઓસ્ટ્રેલિયામાં ઘઉંના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચે તેવી સંભાવના છે.આંકડા બોલે છે કે વર્ષ 2018-19ની સિઝનમાં ઓસ્ટ્રેલિયાનું ઘઉંનું ઉત્પાદન એક દાયકાનું સૌથી ઓછું રહેશે. કુલ ઉત્પાદન આશરે 19 ટકા ઘટીને 173 લાખ ટને રહેવાની સંભાવના છે.ન્યુ સાઉથ વેલ્સ, વિક્ટોરિયા તથા ક્વિન્સ લેન્ડનું મળીને કુલ ઉત્પાદન 45 ટકા સુધી ઘટીને 42 લાખ ટન સુધી સિમીત રહેવાની ધારણા મુકાઇ છે.ખાસ કરીને હાઇ પ્રોટિન ઘઉંની વિશેષ ખેંચ હોવાથી કેનેડાથી ઘઉં આયાત કરવાનો નિર્ણય લેવાયો છે.  
રુરલ બૅન્કની ઓસ્ટ્રેલિયન ક્રોપ ફોરકાસ્ટ (અઈ) સંસ્થાનાં જણાવ્યા પ્રમાણે ક્વીન્સલેન્ડ,, ન્યુ સાઉથવેલ્સ, અને વિક્ટોરિયામાં વરસાદની ખેંચના કારણે પાકની ખેંચ અને  ભાવોમાં ઉછાળાના કારણે આ વખતે ઓસ્ટ્રેલિયાનાં ઘઉંના ભાવ વૈશ્વિક બજારમાં સ્પર્ધા કરી શકતા નથી.પરિણામે આ વખતે ઓસ્ટ્રેલિયન ઘઉંની નિકાસ છેલ્લા પાંચ દાયકાના તળિયે પહોંચશે. ઓકટોબરથી સપ્ટેમ્બર મહિનાની એક વર્ષ સુધીની સિઝનમાં ઓસ્ટ્રેલિયાએ 60 લાખ ટનની નિકાસ કરી છે જે તેના છેલ્લા 10 વર્ષની સરેરાશ નિકાસ કરતા માંડ 50 ટકા જેટલી હોવાનું ઞજઉઅ નું તારણ છે. 
ગત સપ્તાહે ફિલીપાઇન્સમાં એક કંપનીએ યુરોપીયન યુનિયન માંથી 55000 ટન ઘઉંના કન્ટેનરનો સોદો કર્યો હતો જે ટન દિઠ 198.75 ડોલરના ભાવે થયો હોવાનું અનુમાન છે.ઇન્ડોનેશિયાના એક મિલરે મિલીગ માટે 210 ડોલરના ભાવે 30000 ટન ઘઉંનો સોદો કર્યો હોવાના અહેવાલ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer