ભાજપ ફરીથી ભારે બહુમતી મેળવશે : નરેન્દ્ર મોદી

ભાજપ ફરીથી ભારે બહુમતી મેળવશે : નરેન્દ્ર મોદી
અમારો લક્ષ્યાંક 320 બેઠકો જીતવાનો છે : અમિત શાહ
એજન્સીસ
નવી દિલ્હી, તા. 17 મે
પ્રથમવાર પત્રકાર પરિષદને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે ભાજપ ભારે બહુમતીથી સત્તામાં પાછો આવશે. તેમણે ભારતની સમૃદ્ધ લોકશાહી  પરંપરા પર ભાર મૂક્યો હતો.
અમારી સરકાર સંપૂર્ણ બહુમત સાથે સતત બીજી મુદત માટે સત્તામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.
આ વેળા ભારતીય જનતા પાર્ટી માટે પ્રચારઝુંબેશ ખૂબ વ્યાપક રહી હતી. છેલ્લાં અમુક સપ્તાહોમાં ચૂંટણી જે રીતે થઈ હતી તે માટે અમે ખૂબ ખુશ છીએ, એમ ભાજપપ્રમુખ અમિત શાહે જણાવ્યું હતું.
ભાજપની કલ્યાણકારી સ્કીમોનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે ભાજપના સામાજિક કલ્યાણ માટેના પ્રયત્નોના સારાં ફળ જોવા મળ્યાં છે અને અસમાનતા ઘણા અંશે ઘટી છે. ભાજપે દેશના વિવિધ ભાગોને સ્કીમો મારફતે જોડયા છે.
ભાજપપ્રમુખ અમિત શાહે જણાવ્યું હતું કે અમે ચૂંટણીઝુંબેશ તા. 16 જાન્યુઆરીથી શરૂ કરી હતી. અમારો લક્ષ્યાંક 320 લોકસભાની બેઠકો જીતવાનો છે જે ગત વેળા અમે જીતી શક્યા નહોતા. આ વેળા અમને પૂરો વિશ્વાસ છે કે સારાં પરિણામો આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer