દક્ષિણ અને પશ્ચિમનાં રાજ્યોના બંધોમાં પાણી ડૂક્યાં

નવી દિલ્હી, તા. 21 મે
દક્ષિણ અને પશ્ચિમનાં રાજ્યોમાં આવેલા બંધોમાં પાણીનું સ્તર ભયજનક રીતે ઘટી રહ્યું છે. કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગણા અને તમિળનાડુને દુષ્કાળની ચેતવણી સાથે પાણીનો વપરાશ સમજદારીથી કરવાની સૂચના આપી છે.
ગયા શુક્રવારે તમિળનાડુને ચેતવણી અપાઈ હતી અને એવી જ ચેતવણી મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગણાને પણ આ સપ્તાહે અપાઈ છે, એમ સેન્ટ્રલ વૉટર કમિશન (સીડબ્લ્યુસી)ના સભ્ય એસ. કે. હલદરેએ કહ્યું હતું.
જળાશયોમાં પાણીની સંગ્રહક્ષમતાનું સ્તર છેલ્લાં 10 વર્ષની સરેરાશ કરતા 20 ટકા ઓછું થઈ જાય ત્યારે રાજ્યોને દુષ્કાળની ચેતવણી આપે છે. બંધારણ હેઠળ પાણી રાજ્યોનો વિષય હોવાથી બંધમાં નવું પાણી ન આવે ત્યાં સુધી પાણીનો માત્ર પીવા માટે વપરાશ કરવાની ભલામણ કરાઈ છે.
સીડબ્લ્યુસી દેશના 91 જળાશયોની જળસંગ્રહની સ્થિતિ પર દેખરેખ રાખે છે.
ગુરુવારે જાહેર કરાયેલા આંકડા મુજબ દેશના જળાશયોમાં 359.9 અબજ ઘનમીટર પાણી હતું જે આ જળાશયોની કુલ ક્ષમતાના 22 ટકા છે અને આ જળાશયોની કુલ સંગ્રહક્ષમતા 161.993 અબજ ઘનમીટર છે. 9મી મેના રોજ કુલ ક્ષમતાના 24 ટકા હતું.
દેશના પશ્ચિમ અને દક્ષિણના વિસ્તારમાં સ્થિતિ વધુ ગંભીર છે.
દેશના પશ્ચિમ વિસ્તારમાં ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય છે તેમાં 27 જળાશયોમાંથી 10 ગુજરાતમાં અને 17 મહારાષ્ટ્રમાં છે. સીડબ્લ્યુસીની જળસંગ્રહની સ્થિતિ પર દેખરેખ રહી છે અને કુલ સંગ્રહ ક્ષમતા 31.26 અબજ ઘનમીટર છે. આ જળાશયોમાં 16 મે સુધીમાં 4.10 અબજ ઘનમીટર જળસંગ્રહ હતો, જે કુલ સંગ્રહ ક્ષમતાના 13 ટકા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer